Site icon Revoi.in

ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે અસહ્ય તાપમાન સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે આજે પણ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે. 1 મેં સુધી રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન છે.

રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા હોવાના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આગઝરતી ગરમીમાં લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને નીકળવું પડે તો માથાને ઢાંકીને નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. હાલ બે  દિવસ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ મેના પહેલા સપ્તાહમાં જ વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે જેના કારણે 10 થી 11 મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે માવઠુ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું પડી શકે છે.

હવામાન વિભાગે આજે પણ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે. 1 મેં સુધી રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા હોવાના કારણે ગરમી વધી છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના અનુમાન અનુસાર, ગુજરાતમાં માવઠાની સંભાવના છે. શુક્રવારથી રાજ્યમાં માવઠાની સંભાવના છે. 2 અને 3 મેએ ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે. 3 મે બાદ આખા રાજ્યમાં છૂટાછવાયો વરસાદ સંભવ છે. ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થશે

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે.