1. Home
  2. ગુજરાતી
  3. કાશ્મીરના કુપવાડા સીમા પર ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ- સેનાએ ઘુસણખોરને ઠાર માર્યો, એક જવાન પણ શહીદ
કાશ્મીરના કુપવાડા સીમા પર ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ- સેનાએ ઘુસણખોરને ઠાર માર્યો, એક જવાન પણ શહીદ

કાશ્મીરના કુપવાડા સીમા પર ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ- સેનાએ ઘુસણખોરને ઠાર માર્યો, એક જવાન પણ શહીદ

0
Social Share
  • કુપવાડામાં ઘુસણખોર ઠાર મરાયો
  • સેનાએ ઘુલસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

જમ્મુઃ- કાશ્મીર પ્રપદેશ કે જે અતિસંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં આતંકીઓની હંમેશા નજર અટકેલી હોય છે જો કે સેનાના જવાનો સતત પ્રયત્નશીલ રહે છે કે કોઈ નાપાક ઈરાદાને આતંકીઓ અંજામ ન આપે .ત્યારે આજરોજ ફરી સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ શુક્રવારે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસ નિશઅફળ થયો હતો જ્યારે સેનાના જવાનોએ અહીં એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. આ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે જેને  સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યા તેઓ શહીદ થયો હતો.

મળતી જાણકારી મુજબ તંગધાર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક અજ્ઞાત આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે અન્ય આતંકવાદીની શોધ ચાલુ છે. આ દરમિયાન 6 JAK રાઈફલના આર્મી જવાન જસવીર સિંહને પણ ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.આ સાથે જ માર્યા ગયેલા ઘુસણખોર પાસેથી એક એકે-47, ચાર પિસ્તોલ, ત્રણ એકે-47 મેગેઝિન, ત્રણ પિસ્તોલ મેગેઝિન, પાંચ ગ્રેનેડ, પાકિસ્તાની ચલણ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી અવાર નવાર ઘુણખોરી કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code