Site icon Revoi.in

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને સૌથી મોટો આર્થિક એકીકરણ પ્રોજેક્ટ ગણાવ્યો

Social Share

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતથી ખાડી દેશો, ઇઝરાયલ, ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે.વોશિંગ્ટનમાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની પ્રથમ સત્તાવાર મુલાકાત બાદ આ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

નિવેદન અનુસાર, અમેરિકા અને ઇટાલી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. તે ભાગીદાર દેશોને બંદરો, રેલ્વે અને સમુદ્રી કેબલ દ્વારા જોડશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓએ પરસ્પર લાભદાયી સંબંધોને પ્રોત્સાહન આપવા અને સુરક્ષા, આર્થિક અને ટેકનોલોજી મુદ્દાઓ પર અમેરિકા-ઇટાલી વ્યૂહાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ કર્યો.ઉલ્લેખનીય છે કે 9 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G-20 શિખર સંમેલનમાં ભારત, યુરોપિયન સંઘ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સાઉદી અરેબિયા, UAE અને અમેરિકા વચ્ચે થયેલા સમજૂતી કરાર દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

Exit mobile version