1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા જતા યુવકો સાથે લગન કરવું ભારતીય યુવતીઓને પડી રહ્યું છે ભારે, અમેરિકન NRI સૌથી વધારે લે છે છૂટાછેડા
અમેરિકા જતા યુવકો સાથે લગન કરવું  ભારતીય યુવતીઓને પડી રહ્યું છે ભારે, અમેરિકન NRI  સૌથી વધારે લે છે છૂટાછેડા

અમેરિકા જતા યુવકો સાથે લગન કરવું ભારતીય યુવતીઓને પડી રહ્યું છે ભારે, અમેરિકન NRI સૌથી વધારે લે છે છૂટાછેડા

0
Social Share
  • અમેરિકી એનઆરઆઈ ભારતીય પત્નીને છૂટી કરવામાં અવ્વલ
  • આરટીઆઈમાં આ મામલે થયો ખુલાસો

 

દિલ્હીઃ-  આજકાલ ભારતીય લોકોનું વિદેશ પ્રત્યેનું વલણ વધી રહ્યું છે , ધરેક લોકોની ઘેલછા હોય છે કે કોી પ ભોગે તે વિદેશમાં વસી જાય. આજરીતે અમેરિકીમાં ભારતીય નાગરિકોની સંખ્યા વધતી જી રહી છે.એક આરટીઆઈ દ્રારા મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વસતા બિન-નિવાસી ભારતીયો ભારતમાં પત્નીઓને ત્યજી દેવા અને અચાનક જાણ કર્યા વિના છૂટાછેડા આપવા  અને અવગણના કરવામાં મોખરે છે.

આ માહિતી કેરળના કાર્યકર્તા અને આરટીઆઈ કાર્યકર્તા કે ગોવિંદન નમ્પૂથિરી દ્વારા દાખલ કરવામાં આવેલા આવેલ આરટીઆઈના જવાબમાં સામે આવી છે. તેમણે કહ્યું કે , “વિદેશ મંત્રાલયે આરટીઆઈના જવાબમાં 47 દેશોમાં નોંધાયેલા વૈવાહિક વિવાદોની સૂચિ પ્રદાન કરી છે. આમાંના મોટાભાગના કિસ્સા ભારતીય પત્નીઓના ત્યાગ અને પતિ ગૂમ થયા હોવાના છે. NRI પુરુષ સાથે લગ્ન કર્યા બાદ 2 હજાર 156 ભારતીય મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા સાત વર્ષમાં ભારતીય પત્નીઓને ત્યજી દેવાની અને તેમના NRI પતિઓ ગુમ થવાની 2 હજાર 156 ફરિયાદો સરકારને મળી છે. તેમાંથી 615 કેસ યુએસના છે, 586 કેસ સંયુક્ત આરબ અમીરાતમાંથી અને 237 કેસ સિંગાપોરમાંથી નોંધાયા છે.

આ સાથે જ આ પ્રકારના અસ્ય કેસો  સરકારને સાઉદી અરેબિયામાંથી 119, કુવૈતમાંથી 111, યુકેમાંથી 104, ઓસ્ટ્રેલિયામાંથી 102 અને કેનેડામાંથી 92  જેટલા મળ્યા છે.એટલે કહી શકાય કે અમેરિકા જઈને વસતા ભારતીયો પોતાની ભારતીય પત્નીને છૂટાછેડા આપવાની બાબતમાં મોખરે રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code