
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મતદાન વધારી નહીં શકનારા ધારાસભ્યોને પડતા મુકશે
લખનૌઃ ભાજપના પ્રદેશ સંગઠને સ્પષ્ટ કહ્યું છે કે, પાર્ટીને ચૂંટણી કાર્યક્રમો અને તૈયારીઓમાં રસ નહીં લેનારા ધારાસભ્યોની મુશ્કેલી વધશે. ધારાસભ્યોને ઈશારામાં જ સમાવી દેવામાં આવ્યું છે કે, મતદાર યાદીમાં નવા મતદાર ના વધારનારા ધારાસભ્યો ટિકીટની આશા ના રાખે. પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલે એક બેઠકમાં કહ્યું કે, 15થી 20 ધારાસભ્યોએ માની લીધું છે કે ટેમની ટિકીટ કરાઈ રહી છે. સંગઠનના નેતાઓએ સમજાવી દેવાયું છે કે, દરેક વ્યક્તિનો રિપોર્ટકાર્ડ તેમની પાસે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રભારીઓ, જિલ્લા અધ્યક્ષોને ટીમ વર્કથી કામ કરવાનો મંત્ર પ્યો છે. તેમજ કહ્યું છે કે, ગત સાડા ચાર વર્ષમાં દરેક વિસ્તારમાં કામ કરવામાં આવ્યાં છે. સંગઠનના દિશા-નિર્દેશો અનુરૂપ પાર્ટી પદાધિકારીઓ, સાંસદોની સાથે સારો તાલમેલ જાળવી રાખીને ટીમની જેમ ચૂંટણી માટે તૈયાર કરે, ચોક્કસ જીત આપણી જ થશે. મુખ્યમંત્રીએ વ્રજ અને કાનપુર વિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે બેઠકમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ખેડૂતો પર પરાલી સળગાવા મુદ્દે નોંધાયેલા કેસ સરકાર પાછા લઈ રહી છે.
સુનીલ બંસલએ ધારાસભ્યોને કહ્યું કે, સદસ્યતા સહિત પાર્ટીના બીજા અભિયાનમાં પુરો રસ લે. વોટ જરૂર વધારો, કોઈ ભ્રમમાં ના રહે, તમામના રિપોર્ટ અમારી પાસે છે. તેમણે આગામી ચૂંટણી કાર્યક્રમોની રૂપરેખાને સમજાવીએ, જનપ્રતિનિધી અને સંગઠનના લોકો સામાજીક સંમેલનો જલ્દીથી શરૂ થઈ રહ્યાં છે સદસ્યતા અભિયાનમાં રસ લે. આ વખતે દોઢ કરોડ સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે.
(PHOTO-FILE)