ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યા, પોલીસ તપાસનો ધમાધમાટ
- ત્રણેય મૃતદેહ દોરડાથી બાંધેલા હતા
- પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ
- આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ આરંભી
- સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કાનપુરમાં એક જ પરિવારના 3 સભ્યોની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. પતિ, પત્ની અને એક સંતાનની લાશ મળી આવી હતી. એટલું જ નહીં ત્રણેયની લાશ બાંધેલી હોવાથી પોલીસે હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના ફજલગંજમાં સવારે બસ ડેપો પાસે એક દુકાનમાં ત્રણ વ્યક્તિઓની હત્યાની ઘટના બની હતી. ત્રણેય મૃતદેહ એક દોરડાથી બાંધ્યાં હતા. એક યુવાન, મહિલા અને બાળકની મળતા ખળભળાટ મચી ગયો છે. મૃતકની ઓળખ પ્રેમ કુમાર, તેની પત્ની ગીતા દેવી અને સંતાન નૈતિક તરીકે થઈ છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુજેટની તપાસ શરૂ કરી છે. તેમજ હત્યાના પુરાવા મેળવા માટે આસપાસના લોકોની પૂછપરછ આરંભી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે આ ત્રણેયની હત્યા કેવી રીતે અને કોણે કરી તેની તપાસ આરંભી છે.