1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાઃ આકાશમાં હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે ટક્કરમાં બેના મોત
અમેરિકાઃ આકાશમાં હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે ટક્કરમાં બેના મોત

અમેરિકાઃ આકાશમાં હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે ટક્કરમાં બેના મોત

0
Social Share

દિલ્હીઃ અમેરિકાના એરિજોનામાં એક હવાઈ પાર્કની ઉપર હેલિકોપ્ટર અને વિમાન આકાશમાં અથડાયાં હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયાં હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ટક્કર ગ્રેટર ફીનિક્સ ક્ષેત્રના દક્ષિણ-પૂર્વી શહેર ચેન્ડલરમાં મ્યુનિસિપલ એરપોર્ટ નજીક સવારે દૂર્ઘટના સર્જાઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર અગ્નિશમન વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ટક્કર હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં સવાર બન્ને વ્યક્તિઓના મોત થયાં હતા. પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગઈ છે પોલીસે નજરે જોનાર સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code