1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી સોનાના છ બિસ્કિટ મળ્યાં
ઉત્તરપ્રદેશઃ લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી સોનાના છ બિસ્કિટ મળ્યાં

ઉત્તરપ્રદેશઃ લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી સોનાના છ બિસ્કિટ મળ્યાં

0
Social Share

લખનૌઃ દેશમાં સોનાની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દાણચોરોએ દુનિયાના અન્ય દેશમાંથી ભારતમાં સોનાની દાણચોરી માટે કમર કસી છે, બીજી તરફ ભારતીય કસ્ટમ સહિતની એજન્સીઓ પણ વધુ સક્રીય બની છે. દરમિયાન લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી લાખોની કિંમતના સોનાના છ બિસ્કીટ મળી આવ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી લાખોની કિંમતનું સોનું મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. ડસ્ટબિનમાંથી લગભગ 36.60 લાખની કિંમતના સોનાના છ બિસ્કિટ મળી આવ્યાં હતા.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સોનું કાળી પોલીથીનમાં લપેટીને રાખવામાં આવ્યું હતું. કોઈ તસ્કરે અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માટે સોનુ ડસ્ટબિનમાં રાખ્યું હોવાનું મનાઈ રહ્યું છે. મસ્કટથી આવેલી ફ્લાઈટમાં આવનાર એક મુસાફર પાસેથી 3149.28 ગ્રામ સોનાના બિસ્કીટ મળી આવ્યાં હતા. આ સોનાની કિંમત બે કરોડથી વધારે હોવાનું જાણવા મળે છે.

ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દાણચોરીના બનાવો અટકાવવા માટે આધુનિક સ્ક્રેનર લગાવ્યાં હતા. જે બાદ તસ્કરો દાણચોરી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ કસ્ટમ વિભાગ પણ દાણચોરીને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code