1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે ભાજપાએ 94 ઉમેદવારોના નામ નક્કી કરાયાં
ઉત્તરપ્રદેશઃ પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે ભાજપાએ 94 ઉમેદવારોના નામ નક્કી કરાયાં

ઉત્તરપ્રદેશઃ પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે ભાજપાએ 94 ઉમેદવારોના નામ નક્કી કરાયાં

0

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી મુદ્દે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. દરમિયાન BJP સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં શરૂઆતના ત્રણ તબક્કાની 172 સીટો પર સાડા ત્રણ કલાકની મેરેથોન ચર્ચા થઈ હતી. બેઠકમાં પ્રથમ બે તબક્કામાં 113 બેઠકોમાંથી 94 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. એક ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી હોવાનું જાણવા મળે છે. બાકીની 19 બેઠકો અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ દ્વારા સંભવતઃ શનિવારે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરીએ કોરોના સંક્રમિત થવાને કારણે વર્ચ્યુઅલ રીતે મીટિંગમાં હાજરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહ, સીઈસી સભ્ય અને સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

ભાજપાએ નક્કી કર્યું છે કે, સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવશે. યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે. મૌર્યને કૌશામ્બીની સિરાથુ સીટ પરથી અને દિનેશ શર્માને લખનૌની કોઈપણ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. SP-RLD ગઠબંધને 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં આરએલડીના 19 જ્યારે સમાજવાદી પાર્ટીના 10 ઉમેદવારો છે. BSPએ બુલંદશહરમાં સાતમાંથી પાંચ અને હાપુડમાં ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જ્યારે SP-RLD ગઠબંધને બુલંદશહર અને હાપુડમાં બે-બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. હાપુડમાં કોંગ્રેસે ટિકિટ ફાઈનલ કરી.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.