આજથી પર્યટકો માટે ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ખુલ્લુ મુકાશે, પ્રવાસીઓ 600થી વધુ જાતિના ફૂલો નિહાળી શકશે
- આજથી કાશ્મીરના પ્રવાસીઓ વેલી ઓફ ફ્લાવર્સને નિહાળી શકશએ
- આજથી ખુલ્લી મૂકાશે વેલી ઓફ ફ્લાવર્સ
શ્રીનગરઃ- કાશ્મીરની શાન ગણાતા રંગબેરંગી ફ્લાવરનો બગીચો કે જે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે જે આજે 1લી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે પ્રથમ દિવસે જ સેંકડો પ્રવાસીો મુલાકાત લે તેવી સંભાવનાો છે.
જો કે હાલ બરફ વર્ષાની સ્થિતિને કારણે ફૂટપાથ પર બે જગ્યાએ ભારે આઇસબર્ગ ફેલાયેલા છે. પ્રવાસીઓએ આઇસબર્ગની વચ્ચેથી પસાર થવું પડશે. 87.50 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી, વેલી ઑફ ફ્લાવર્સ દર વર્ષે 1 જૂનથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ પર્યન સ્થળ પ્રવાસીઓ માટે 31 ઑક્ટોબરે બંધ કરી દેવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન, ખીણની કુદરતી સુંદરતા અને ફૂલોની લગભગ 600 પ્રજાતિઓ જોવા માટે ભારત અને વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે. બ્રહ્મકમલ, ફેંકમલ, બ્લુપોપી, મેરીસિયસ, મેરીગોલ્ડ, ગોલ્ડન રોડ, જાસ્મીન, રોવાન, હેલ્મેટ પ્લોવર, ગોલ્ડન લીલી સહિતના ઘણા ફૂલો અહીં ખીલે છે.
આ સાથે દુર્લભ પ્રજાતિના જંગલી પ્રાણીઓ જેમ કે સ્નો લેપર્ડ, હિમાલયન બ્લેક રીંછ, મોનલ, જંગલી બિલાડી, કસ્તુરી હરણ વગેરે પણ અહીં ફરે છે. નંદા દેવી નેશનલ પાર્ક પણ આજરોજ એટલે કે 1 જૂને ખોલવામાં આવશે.
ધ વેલી ઓફ ફ્લાવર્સ એ 17 કિમી લાંબો ટ્રેક છે, જે 10,000 ફૂટની ઉંચાઈ પર આવેલા ખંગારિયાથી શરૂ થાય છે. ગોવિંદઘાટથી ટ્રેક દ્વારા જોશીમઠ નજીક એક નાની વસાહત પહોંચી શકાય છે. વેલી ઓફ ફ્લાવર્સમાં પ્રવેશવાની પરવાનગી નંદા દેવી નેશનલ પાર્ક દ્વારા ઑફલાઇન મોડ દ્વારા આપવામાં આવે છે.વેલી ઓફ ફ્લાવર્સ 1 જૂનથી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે.