1. Home
  2. revoinews
  3. વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી
વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

0
Social Share
  •  આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારિત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે

જામનગર, 10 એપ્રિલ, 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે.

વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારિત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે.

Vanatara global university for wildlife
Vanatara global university for wildlife

“વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા “આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:” શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબદ્ધ છે,” એમ શ્રી અનંત અંબાણીએ જણાવ્યું હતું.

પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે.

આ પણ વાંચોઃ ખડગે પછી હવે કનૈયા કુમારે ગુજરાતીઓને ઘૂસણખોર કહ્યા, જુઓ VIDEO

હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતીકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતીક સ્વરૂપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો જેમ કે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઉચ્ચ પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન.

વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાની જમીન પરના કાર્યની નિપૂણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિક રીતે સુસંગત માળખામાં તબદિલ કરશે. કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને, આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે.

આ પણ વાંચોઃ કુંભ વાઇરલ ગર્લ “મોનાલિસા” લગ્નના સમય 16 વર્ષની હતી, આરોપી ફરમાન વિરુદ્ધ ગુનો દાખલ

આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code