ઊના, 26 એપ્રિલ 2026: Vehicles stopped due to 10 lions roaming on Babaria Road ગીર સોમનાથ જિલ્લામાં ગરમીને કારણે રાતના સમયે વનરાજો રોડ પર લટાર મારવા નિકળતા હોય છે. ત્યારે ગીર ગઢડા નજીક આવેલા ઝાંખિયા બાબરીયા રોડ પર રાત્રિના સમયે 10 સિંહના એક પરિવારે શાહી લટાર મારી હતી. રાજવી અંદાજમાં રસ્તા પર ઉતરી આવેલા આ સિંહ પરિવારને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના પૈડાં થંભી ગયા હતા. આ સિંહ પરિવારમાં સિંહણ, સિંહબાળ અને પાઠડા નરનો પણ સમાવેશ થતો હતો. એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહોને રસ્તા પર જોઈને વાહનચાલકો કુતૂહલવશ થઈ ગયા હતા અને આ નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જોકે, આ દરમિયાન કેટલીક કારના ચાલકોએ લાઈટ ચાલુ રાખતા સિંહોની મુક્ત અવરજવરમાં ખલેલ પડી હતી. હાલ આ સિંહ પરિવારના વિચરણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ગીરના જંગલને અડીને આવેલા અને નાઘેર વિસ્તાર તરીકે ઓળખતા ગીર ગઢડા પંથકમાં હવે સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે. બે દિવસ પહેલા પણ ગીર ગઢડાથી જામવાળા રોડ પર કચરાના ઢગલા પાસે 9 સિંહ જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ઊના તાલુકાના પાતાપુર ગામની ગલીઓમાં સરપંચ અરુણાબેન છોડવડિયાના ઘર પાસે પણ શિકારની શોધમાં 2 સિંહ ઘૂસી આવ્યા હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આમ સિહ આ વિસ્તારમાં અવાર-નવાર જોવા મળી રહ્યા છે. દરમિયાન ગીર ગઢડા નજીક આવેલા ઝાંખિયા બાબરીયા રોડ પર રાત્રિના સમયે 10 સિંહના એક પરિવારે શાહી લટાર મારી હતી. રાજવી અંદાજમાં રસ્તા પર ઉતરી આવેલા આ સિંહ પરિવારને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના પૈડાં થંભી ગયા હતા. આ સિંહ પરિવારમાં સિંહણ, સિંહબાળ અને પાઠડા નરનો પણ સમાવેશ થતો હતો
ઉના-ગીર ગઢડા પંથકમાં સિંહોની સંખ્યા જંગલ કરતા માનવ વસાહત અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. આ સંજોગોમાં સિંહોની સુરક્ષા માટે વન વિભાગે આ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન બનાવવું અનિવાર્ય છે. સૂમસામ રસ્તાઓ પર તેજ ગતિએ દોડતા વાહનોને કારણે અકસ્માતનો ભય રહેતો હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોએ પણ સતર્ક રહેવું જરૂરી છે.

