
- આજે દેશમાં વિજય કારગિલ દિવસ મનાવાઈ રહ્યો છે
- પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ આપી શહીદોને શ્રદ્ધાંજલી
- દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે
આજે 26 જુલાઈનો દિવસ એટલે વિજય કારગિલ દિવસ,આજના આ દિવસે દેશભરમાં શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે .દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે, આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવા નિમાયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શહીદોને શ્રદ્ધાજલી આપી છે.
कारगिल विजय दिवस मां भारती की आन-बान और शान का प्रतीक है। इस अवसर पर मातृभूमि की रक्षा में पराक्रम की पराकाष्ठा करने वाले देश के सभी साहसी सपूतों को मेरा शत-शत नमन। जय हिंद! pic.twitter.com/wIHyTrNPMU
— Narendra Modi (@narendramodi) July 26, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેણે ટ્વિટ કરીને લખ્યું કે કારગિલ વિજય દિવસ મા ભારતીના આન,બાન અને શાનનું પ્રતિક છે. આ અવસર પર, માતૃભૂમિની રક્ષામાં પોતાનું બહાદુરી સિદ્ધ કરનાર દેશના તમામ બહાદુર સપૂતોને મારી સલામ. જય હિન્દ!
તેમએ ટ્વિટ કરીને લખ્યું છે કે “કારગિલ વિજય દિવસ એ આપણા સશસ્ત્ર દળોની અસાધારણ વિરતા,પરાક્રમ અને સંકલ્પનું પ્રતીક છે. ભારત માતાની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા હું એ તમામ બહાદુર સૈનિકોને નમન કરું છું તમામ દેશવાસીઓ તેમના અને તેમના પરિવારના સભ્યોના હંમેશા ઋણી રહેશે. જય હિન્દ!”
આજે કારગિલ દિવસ પર જમ્મુ કાશ્મીરમાં શદીહોના પરિવારનું સમ્મના પણ કરવામાં આવી રહ્યું છે રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જમમુ કાશ્મીરની મુલાકાતે પહોંચનાર છે તેઓ અહી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવીને તેમના પરિવારનું સમ્માન પણ કરશે.