1. Home
  2. ગુજરાતી
  3. વીડિયો વાયરલ : ઝીંગા માછલીએ સ્કુબા ડાઇવરના મોંમાં ઘૂસીને તેના દાંત સાફ કર્યા
વીડિયો વાયરલ : ઝીંગા માછલીએ સ્કુબા ડાઇવરના મોંમાં ઘૂસીને તેના દાંત સાફ કર્યા

વીડિયો વાયરલ : ઝીંગા માછલીએ સ્કુબા ડાઇવરના મોંમાં ઘૂસીને તેના દાંત સાફ કર્યા

0
Social Share
  • સ્કુબા ડાઇવરના દાંત સાફ કરતી ઝીંગા માછલી
  • વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
  • સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ઈન્ટરનેટની દુનિયામાં અવારનવાર એવા વીડિયો વાયરલ થઈ જાય છે,જેને જોઈને ઘણી વાર ખૂબ જ આશ્ચર્ય થાય છે, તો ઘણી વખત તે વિચારવા પર મજબૂર થઈ જાય છે કે, શું ખરેખર આવું કંઈક થશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. આ વિડિયો કંઈક અંશે એનિમેટેડ મૂવી ફાઇન્ડિંગ નિમોની યાદ અપાવે છે, જેમાં નિમો પકડાયા પછી તેને ડેન્ટિસ્ટની ઑફિસમાં લાવવામાં આવે છે. જ્યાં ટેંકની અંદર માછલીઓની સાથે ‘ક્લીનર ઝીંગા’ પણ તેમનું સ્વાગત કરે છે. આ વાયરલ વીડિયોમાં એક ઝીંગા માછલી સ્કુબા ડાઇવરના મોંમાં ઘૂસીને તેના દાંત સાફ કરતી જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક અલગ જ પ્રકારનું સાહસ જોવા મળી રહ્યું છે. ઝીંગા પોતાના કામમાં વ્યસ્ત છે. આમાં, સ્કુબા ડાઇવર તેની નજીક આવે છે અને તેનું મોં ખોલે છે. સ્કુબા ડાઇવર મોં ખોલતાની સાથે જ ઝીંગા તેની તરફ વળે છે અને તેના દાંતમાં ખોરાક શોધવાનું શરૂ કરે છે. આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે.વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે ઝીંગા ખરેખર તેના દાંત સાફ કરી રહ્યું છે. આ વીડિયો ડાઈવરે જાતે શૂટ કર્યો છે.

આ વીડિયોને ‘અમેઝિંગ નેચર’ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો જોયા પછી તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો.વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો તમે પણ તમારા દાંત સાફ કરાવવા માંગતા હોવ તો મારો સંપર્ક કરો.’

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા બાદ યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે આ ઝીંગા માછલી તેના દાંતમાં ખોરાક શોધી રહી હશે.’ તો, આ વીડિયો જોયા પછી કેટલાક લોકોને ખૂબ જ અજીબ લાગણી પણ થઈ. એક યુઝરે લખ્યું, ‘ઝીંગા માછલી તે વ્યક્તિને કહેતા હશે કે તમે તમારા દાંત બરાબર સાફ નથી કરતા.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code