
- વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં
- જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘શેરની’
- #WorldWildlifeDay શેરનીની શૂટિંગ થશે શરૂ
મુંબઈ: વિદ્યા બાલનને બહુમુખી પ્રતિભા ઘની માનવામાં આવે છે. તેની બહુમુખી એક્ટિંગને કારણે દર્શકો તેમને ખૂબ પસંદ કરે છે. હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શંકુતલા દેવી પર બનેલી મૂવીમાં વિદ્યા મેથ્સ ટીચરની ભૂમિકામાં અભિનય કરીને સો કોઇને ચકિત કર્યા હતા. હવે તે ટૂંક સમયમાં ફિલ્મ શેરનીમાં એક ફોરેસ્ટ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે
વિદ્યાએ કોવિડ -19 લોકડાઉન બાદ ‘શેરની’ને પોતાનો પહેલો પ્રોજેક્ટ બનાવ્યો છે. હાલમાં જ તેણે તેનું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. કોરોના મહામારીને કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. શેરનીમાં વિદ્યા એક વન અધિકારી તરીકે જોવા મળશે. આ માટે તેણે મધ્યપ્રદેશમાં શૂટિંગ કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે, “શકુંતલા દેવી” જુલાઈમાં રિલીઝ થઇ હતી, પરંતુ મહામારીના કારણે મારી આગામી ફિલ્મ શેરનીની રિલીઝ તારીખ વિશે મને કોઈ માહિતી નથી. મને ખબર નથી કે, તે થિયેટરોમાં રિલીઝ થશે કે ઓટીટી પ્લેટફોર્મ. પરંતુ કેટલાક મહિના પછી ફિલ્મ ચોક્કસપણે રિલીઝ થશે.
‘શેરની’ની ઘોષણા કરતી વખતે વિદ્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી. આમાં તેમણે ભગવાન પાસેથી આશીર્વાદની કામના કરી હતી. આ સાથે લખ્યું હતું કે, શેરનીની શૂટિંગ #WorldWildlifeDay પર શરૂ થઇ રહી છે. સારી વાત તો એ છે કે, આ માટે જંગલની મધ્યમાં એક પ્રાચીન મંદિરમાં મહુર્ત પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે ટીમના સભ્યોને પણ પોતાની પોસ્ટમાં ટેગ કર્યા છે.
-દેવાંશી