1. Home
  2. ગુજરાતી
  3. વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘લાઈગર’ના ટ્રેલરે અનેક ફિલ્મનો તોડ્યો રેકોર્ડ – 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા
વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘લાઈગર’ના ટ્રેલરે અનેક ફિલ્મનો તોડ્યો રેકોર્ડ – 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ  મેળવ્યા

વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘લાઈગર’ના ટ્રેલરે અનેક ફિલ્મનો તોડ્યો રેકોર્ડ – 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા

0
Social Share
  • ફિલ્મ લાઈગરના ટ્રેલરની સિદ્ધી
  • માત્ર 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા
  • આમીર ખાન અને સલમાન ખાનની ફિલ્મને પણ પછાળી

મુંબઈઃ- વિતેલા દિવસને 21 જુલાઈના રોજ  સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડાની  મોસ્ટ એવોઈટેડ ફિલ્મ લાઈગરનું ટ્રેલર રિલીઝ તકરવામાં આવ્યું હતું ,ા ફિલ્મના ટ્રેલરે દર્શકોના દીલ જીત્યા છે, અને આ સાથે જ સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન અને આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો પણ રેકોર્ડ તોડ્યો છે, જી હા માત્ર 24 કલાકની અંદર આ ટ્રેલ 50 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે-સ્ટારર લાઈગર એ ભારતની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મ પુરી જગન્નાધ દ્વારા નિર્દેશિત છે અને પુરી કનેક્ટ્સ સાથે મળીને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને દર્શકો હવે ટ્રેલર જોયા બાદ ફિલ્મને લઈને વધુ ઉત્સુક બન્યા છે.

ફિલ્મનું ટ્રેલર 21મી જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેને બમ્પર રિસ્પોન્સ મળ્યો છે. એક્શનથી ભરપૂર ટ્રેલરે પ્રથમ 24 કલાકમાં 50 મિલિયનથી વધુ વ્યૂ મેળવ્યા છે. એકલા હિન્દી ટ્રેલરને 30.20 મિલિયન વ્યૂઝ મળ્યા છે, ત્યારબાદ તેલુગુમાં 16.80 મિલિયન વ્યૂઝ છે, જે ટિયર-2 તેલુગુ અભિનેતા માટેનો રેકોર્ડ છે.

લાઈગર હિન્દી અને તેલુગુમાં એકસાથે શૂટ કરવામાં આવ્યું છે અને તે વિજય દેવેરાકોન્ડાની  હિન્દી  જેબ્ચિયૂ ફિલ્હ્નિમ છે. તમિલ, કન્નડ અને મલયાલમને સંયુક્ત રીતે 3.70 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code