નવી દિલ્હીઃ 67મી નેશનલ ચેમ્પિયનશિપમાં શૂટિંગમાં વિજયવીર સિદ્ધુએ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધાનો ખિતાબ જીત્યો. ગઈ કાલે તુગલકાબાદમાં રમાયેલી 67મી નેશનલ ચેમ્પિયનશિપમાં શૂટર વિજયવીર સિદ્ધુ ચેમ્પિયન થયો. વિજયવીરે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધા જીતી હતી. પેરિસ ઓલિમ્પિકમાં નવમા સ્થાને રહેલા વિજયવીરે 40માંથી 28 શોટ લગાવ્યા હતા.
અન્ય એક ઓલિમ્પિયન ગુરપ્રીત સિંહે 25 શોટ ફાયર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શિવમ શુક્લાએ 23 શોટ ફાયર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

