નવી દિલ્હીઃ વકફ બિલને લઈને બનાવવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિની બેઠક (જેસીપી)માં નક્કી થયું છે કે, લોકસભામાં રજુ થયેલા વકફ બિલ હવે નવા સ્વરૂપમાં ફરીથી લાવવામાં આવશે. જેપીસીએ સોમવારે એનડીએના સભ્યોના પ્રસ્તાવિત તમામ સુધારા સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા દરેક સુધારાને નકારી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જેપીસી સમક્ષ વિપક્ષ દ્વારા વકફ સુધારા બિલના કુલ 44 કલમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને નકારી કાઢવામાં આવ્યો હતો. જ્યારે, શાસક પક્ષના સાંસદો દ્વારા આપવામાં આવેલા 14 કલમોમાં સુધારાના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, લોકસભામાં રજૂ કરાયેલા વક્ફ સુધારા બિલમાં કુલ 44 અલગ-અલગ જોગવાઈઓ રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે બિલ સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ આવ્યું ત્યારે શાસક પક્ષના માત્ર 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા.