
ઉનાળામાં પહેરો આવા વસ્ત્રો, તડકાથી શરીરની સ્કીનને ડાર્ક થતા બચાવવામાં થશે મદદરૂપ
- ઉનાળામાં પહેરો ખાસ પ્રકારના કપડા
- શરીરને માફક આવે તેવા કપડા પહેરવા જરૂરી
- તડકાથી શરીરની સ્કીનને બચાવવામાં ઉપયોગી
ઉનાળામાં આમ તો એવા જ કપડા પહેરવા જોઈએ જેમાં ગરમી ન લાગે. લોકો આ પ્રકારના કપડા પહેરતા પણ હોય છે પરંતુ કેટલીક વાર તેમને ફેશન અને નવી ડિઝાઈનના પણ કપડા પણ જોઈતા હોય છે જે ક્યારેક બજારમાં મળતા નથી. તો આજે વાંચો કે કેવા પ્રકારના કપડા ઉનાળામાં પહેરવા જોઈએ.
ઉનાળામાં શરીર ઢંકાઈ જાય તેવા કપડા પહેરવા જોઈએ જેથી તડકાના કારણે સ્કીન ડાર્ક ન થઈ જાય. લોકો અત્યારે સમરકોટનો ઉપયોગ કરી રહ્યા છે જે સારુ પણ છે અને ફાયદાકારક પણ છે. ફેશનેબલ લુક માટે બે પ્રકારના સમરકોટ આવે છે અને તેમાં લૂઝ અને ફીટ એમ પ્રકાર હોય છે. જો તમે સ્થૂળ હોવ તો લૂઝ સમરકોટ લો અને પાતળા હોવ ફિટેડ સમરકોટ ખરીદો. સમરકોટમાં અનેક પ્રકારની ડિઝાઈન મળે છે.
ફૂલોની ડિઝાઇન વાળો સમરકોટ નાજુક અને નમણો લાગે છે. નાની અને મોટી બંને પ્રકારની ડિઝાઈન જોવા મળે છે અને તમે તમારી ચોઇસ પ્રમાણે પસંદ કરી શકો છો. આ ડિઝાઇનવાળો સમરકોટ હાઇટ વધારે હોય એવો આભાસ આપે છે. જો યુવતીની હાઈટ ઓછી હોય તો એ લાંબી લાગે છે.
પ્લેન સમર કોટ ઓવર એવરગ્રીન છે. યુવતી તેના ડ્રેસને ધ્યાનમાં રાખીને રંગની પસંદગી કરી શકે છે. હાલમાં પ્લેનમાં મિન્ટ, પેરોટ ગ્રીન, પીળો, ડાર્ક પિંક, વાદળી અને ગ્રે રંગ ડિમાન્ડમાં છે. પ્રિન્ટેડ સમરકોટમાં અલગ અલગ ડિઝાઇન હોય છે. સમરકોટમાં ચેકસ, કાર્ટુન પ્રિન્ટ અને કુદરતી દ્રશ્યો વગેરે ડિઝાઈન મળી રહે છે. તમે તમારી ડિઝાઇન પસંદ કરી શકો છો. આ પ્રિન્ટેડ સમરકોટ પર્સનાલિટીને અનોખો ટચ આપે છે.