
ઉનાળામાં આ 5 ફેબ્રિકના કપડાં પહેરવાથી શરીર ઠંડુ રહેશે સાથે સ્ટાઈલની કમી નહીં રહે
ઉનાળાની ઋતુમાં, મોટાભાગના લોકો ગરમીથી બચવા ઘરની અંદર જ રહેવાનું પસંદ કરે છે. આ સિઝનમાં અતિશય ગરમીથી બચવા માટે યોગ્ય કપડાંની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ઉનાળામાં ઘરમાં રહીને લોકો હળવા અને જૂના કપડાં પહેરવાનું પસંદ કરે છે. આવા કપડાંમાં તમને ઓછી ગરમી લાગે છે. પણ ક્યાંક બહાર જવાનું હોય તો ખબર નથી હોતી કે કયા કપડાં પહેરવા જોઈએ જેનાથી ગરમી ઓછી થાય. તેથી ઉનાળામાં આ 5 ફેબ્રિક કપડા પહેરો. જેનાથી શરીર ઠંડુ રહેવાની સાથે તમારી સ્ટાઈલની પણ કમી નહીં રહે.
ઉનાળા માટે 5 શ્રેષ્ઠ કાપડ
કોટન ફેબ્રિક
કોટનનું કાપડ એ સૌથી ફેમસ કુદરતી કપડાં છે જે ઉનાળા માટે બેસ્ટ માનવામાં આવે છે. કપાસના છોડમાં મળતા તંતુમય દડાઓમાંથી બનાવેલ આ કાપડ પરસેવાને સરળતાથી શોષી લેવામાં અને દૂર કરવામાં મદદ કરે છે. કોટન ફેબ્રિક હવાને રેસામાંથી વહેવા દે છે અને પરસેવો શોષી લે છે, શરીરને ઠંડુ રાખે છે. આ કુદરતી અને હળવા ફેબ્રિક ઉનાળામાં પહેરવા માટે શ્રેષ્ઠ છે.
શીર ફેબ્રિક
શીર ફેબ્રિક ઉનાળામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કાપડમાંનું એક છે. આ સંપૂર્ણપણે સુતરાઉ કાપડ છે. અન્ય ભારે કપડાથી અલગ આ કપડા ઉનાળામાં તમારા શરીર પર ચોંટતા નથી.
લિનન ફેબ્રિક
લિનન એ શણના તંતુઓમાંથી બનેલું કુદરતી કાપડ છે. તે વિશ્વના સૌથી જૂના કપડાઓમાંનું એક માનવામાં આવે છે. આ કાપડ સુતરાઉ કાપડ કરતાં વધુ મજબૂત છે. જો કે તેની કિંમત સુતરાઉ કાપડ કરતા વધારે છે.
રેયોન
રેયોન ઉનાળા માટે સારું ફેબ્રિક છે, તેના સેંથેટિક પ્રકૃતિને કારણે તે હલ્કુ હોય છે અને ગરમ હવામાનમાં શરીરને ચોટેલું રહેતું નથી. આ કાપડ ઉનાળાની ઋતુમાં પહેરવામાં ખૂબ જ આરામદાયક છે.
શિફૉન
શિફૉન ફેબ્રિક તમામ કાપડમાં સૌથી હળવા અને નરમ છે. જ્યારે તે શૈલીની વાત આવે છે. તેથી શિફોન ફેબ્રિક તમારા ઉનાળાને વધુ આરામદાયક બનાવે છે. શિફોન ફેબ્રિક સાડી, બ્લાઉઝ, શર્ટ, કુર્તી બનાવવા માટે સારું છે.