Site icon Revoi.in

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો

Social Share

પાલનપુર,  29 મે, 2026 : Weather changes with dust storms રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગે કાલે શનિવારથી ચાર દિવસ રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે, ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને તાપમાન બાદ મોડી સાંજે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.  જિલ્લાના પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં તેજ પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી હતી. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ આકાશ વાદળછાયુ બનતા ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ, એટલે કે 30 મે, 31 મે અને 1 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

Exit mobile version