1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ચૂંટણી ટાણે લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલશે, મતદાન પર અસર થવાની શક્યતા
ગુજરાતમાં ચૂંટણી ટાણે લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલશે, મતદાન પર અસર થવાની શક્યતા

ગુજરાતમાં ચૂંટણી ટાણે લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલશે, મતદાન પર અસર થવાની શક્યતા

0
Social Share

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાની છે. જેમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન લગ્નગાળાની મોસમ પણ પૂર બહારમાં હશે. એટલે મતદાન પર અસર થવાની શક્યતા છે. ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં શુભ મુહુર્તો હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાશે. બેન્ડ બાજા બારાત સાથે આ વખતે રાજકીય ચૂંટણીના લગ્નના ઢોલની સિઝન પણ ચાલી રહી છે. બનાસકાંઠામાં 5મી ડિસેમ્બરને મતદાનના દિવસે 2000 જેટલા લગ્નો યોજાશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે. નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અનેક લગ્નો યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. લગ્નો માટે પાર્ટી પ્લોટ્સ, વાડીઓ. કેટરિંગ, બેન્ડવાજા સહિત અગાઉથી બુકિંગ થઈ ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તારીખ 5 ડિસેમ્બર 2022ના દિવસે થવાનું છે. લોકશાહીના આ પર્વે 100 ટકા મતદાન થાય તે માટે તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ મતદારોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. જોકે, 5મી ડિસેમ્બરે સૌથી વધુ લગ્નો યોજાશે. જેમાં  બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જ 2000 લગ્નો યોજાશે. જેથી મતદાન ઉપર સીધી અસર થવાની પુરેપુરી શક્યતાઓ છે. બીજી તરફ વહિવટીતંત્ર અને ચૂંટણીતંત્ર દ્વારા આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે સેલ્ફી પોઇન્ટ સહિત અન્ય માધ્યમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે 5 ડિસેમ્બરે વધુ લગ્નો યોજાવાના હોવાથી મતદાનમાં મોટી ઓટ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  5મી  ડિસેમ્બરે શુભ મુર્હૂત હોઇ બનાસકાંઠા જિલ્લામાં 2000 લગ્નો લેવાશે. નોંધનીય છે કે 2017ની સામાન્ય ચૂંટણીમાં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા મતદાન મથકોએ અવસર રથ દ્વારા મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.  લોકો લગ્ન સમારોહમાં સમય કાઢીને મતદાન કરવા માટે આવે તે માટે પહેલા મતદાન પછી કન્યાદાન એવું સૂત્ર વહેતુ કરવામાં આવ્યુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code