1. Home
  2. ગુજરાતી
  3. જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર 11 વર્ષ બાદ ફિલ્મમાં કરશે વાપસી – લીડ રોલમાં જોવા મળશે
જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર 11 વર્ષ બાદ ફિલ્મમાં કરશે વાપસી – લીડ રોલમાં જોવા મળશે

જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર 11 વર્ષ બાદ ફિલ્મમાં કરશે વાપસી – લીડ રોલમાં જોવા મળશે

0
Social Share
  • અભિનેત્રી શર્મિલા ટાગોર કરશે ફિલ્મમાં વાપસી
  • લીડ રોલમાં દર્શકોને જોવા મળશે

મુંબઈઃ-બોલિવૂડની જાણતી પીઢ અભિનેત્રી એવી શર્મિલા ટાગોર દર્શકોના દીલ પર આજે પમ રાજ કરે છે ,જાણકારી અનુસલાર હવે લાંબાગાળઆ બાદ અભિનેત્રી ફિલ્મમાં પરત ફરવા જઈ રહી છે.

શર્મિલા ટાગોર ફિલ્મ ‘ગુલમોહર’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે, “હું આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છું. શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર પણ પારિવારિક વાતાવરણ સર્જાયું હતું. 

અભિનેત્રીની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા ચૉકબોર્ડ એન્ટરટેઈનમેન્ટ અને ઓટોનોમસ વર્ક્સ સાથે મળીને ‘ગુલમહોર’ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાહુલ ચિત્તેલા અને અર્પિતા મુખર્જીએ લખી છે. રાહુલ ચિત્તેલા દ્વારા નિર્દેશિત, ફિલ્મનું સંગીત સિદ્ધાર્થ ખોસલાએ આપ્યું છે. તે એક પારિવારિક ફિલ્મ છે. ફિલ્મની વાર્તા મલ્ટી જનરેશન, બત્રા પરિવારની આસપાસ ફરે છે. આખો પરિવાર પોતાનું 34 વર્ષ જૂનું પૈતૃક ઘર છોડીને બીજે ક્યાંક જવાની તૈયારી કરી રહ્યો છે. આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે જેમાં સમગ્ર પરિવારને તેમના સંબંધોની મજબૂતાઈને ફરીથી તપાસવાની તક મળે છે. આ દરમિયાન કેટલીક હકીકતો સામે આવી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code