પશ્ચિમ બંગાળઃ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ
- આરોપી પાસેથી નકલી દસ્તાવેજો મળ્યાં
- એનઆઈએની ટીમે શરૂ કરી પૂછપરછ
- તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
દિલ્હીઃ કાશ્મીરમાં બિન કાશ્મીરી ઉપર આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ એક શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધો છે. આ આતંકવાદી જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશનો સભ્ય હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેની પાસેથી ચૂંટણી ઓળખકાર્ડ સહિતના નકલી ભારતીય દસ્તાવેજ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આરોપીને આગવી ઢબે પૂછપરછ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એનઆઈટીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દક્ષિણ 24 પરગણાના સુભાષગ્રામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન એનઆઈએની ટીમે શંકાના આધારે એક બાંગ્લાદેશી નાગરિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી નકલી દસ્તાવેજ મળી આવ્યા હતા. આરોપી પાસેથી નકલી ચૂંટણી ઓળખકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મળી આવ્યાં હતા. જેથી પોલીસે તેને જપ્ત કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઉપરાંત પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભનામાં આવી છે. તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આરોપી આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનનો શંકાસ્પદ આતંકવાદી હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવા કવાયત આરંભી છે.
(PHOTO-FILE)