
ફૂડ પોઈઝનિંગના કિસ્સામાં શું કરવું, જાણો ખોરાક બગડતાં કેટલો સમય લાગે છે
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનું ઈન્ફેક્શન હોય છે, જે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બેક્ટેરિયા અથવા ફૂગથી સંક્રમિત ફૂડ ખાય છે, ત્યારે આ બેક્ટેરિયા પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે. જેના કારણે પાચન પ્રક્રિયા બગડે છે. મોટેભાગે તે ગંદુ પાણી, એક્સપાયર થયેલ પેક્ડ ફૂડ, લાંબા સમય સુધી રાંધેલા ખોરાક ખાવાથી થઈ શકે છે.
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય ત્યારે બેક્ટેરિયા અને ફૂગ વધવા લાગે છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી ઉપરનું તાપમાન બેક્ટેરિયા અથવા ફૂગ માટે ખૂબ જ અનુકૂળ છે.
આ કારણોસર, અતિશય ગરમી અને વરસાદની મોસમમાં ખોરાક ઝડપથી બગડવાની સંભાવના છે. તેથી માત્ર તાજો ખોરાક જ ખાવાની સલાહ આપવામાં આવે છે.
હેલ્થ એક્સપર્ટના મતે, તમને કંઈપણ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી અને ઝાડા, ખોરાક પચવામાં અસમર્થતા, માથાનો દુખાવો, વધુ પડતો થાક અને નબળાઈ, તાવ, તો આ ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. જો કે આ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પણ બાળકોમાં સમસ્યા વધુ જોવા મળે છે.
જો કંઈપણ ખરાબ ખાવાથી ઉલટી અને ઝાડા સાથે તાવ આવે, વારંવાર ઉલ્ટી થાય અને માત્ર પાણી નીકળે, મોં સુકાઈ જાય, શરીર પર ચકામા પડી જાય, આવી સમસ્યાઓ ત્રણ દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.
જો તમે ફૂડ પોઈઝનિંગથી બચવા ઈચ્છો છો, તો અમુક બાબતોનું ધ્યાન રાખો: ખાઓ છો તે જગ્યા અને વાસણો સાફ રાખો. મસાલા અને અનાજમાં ફૂગનું જોખમ સૌથી વધુ હોય છે. નાસ્તા અને બિસ્કીટ હંમેશા બોક્સમાં રાખો. પેક્ડ ફૂડનો ઉપયોગ તેની એક્સપાયરી ચેક કર્યા પછી કરો.