Site icon Revoi.in

WhatsApp લાવશે નવું સિક્યુરિટી ફીચર: બોગસ કોલ્સ અને મેસેજથી મળશે મુક્તિ

Social Share

નવી દિલ્હીઃ મેટા કંપનીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ  હવે તેના કરોડો યુઝર્સ માટે મોટું અપડેટ લાવવાની તૈયારીમાં છે. આ નવું ફીચર યુઝર્સને ફર્જી કોલ્સ અને મેસેજથી મુક્તિ આપશે અને સાઇબર હુમલાઓથી બચાવશે. હાલ આ ફીચરનું પરીક્ષણ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે અને તેને ‘Strict Account Settings’ નામથી રજૂ કરવામાં આવશે.

અહેવાલ અનુસાર, આ ફીચરને વોટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન 2.25.33.4માં જોવા મળ્યું છે. આ ફીચર યુઝરનાં વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવશે. તેના માધ્યમે અજાણ્યા નંબરથી આવતા મેસેજ અને કોલ્સને લિમિટ કરી શકાશે. એટલે કે જો કોઈ હેકર વારંવાર ફર્જી મેસેજ મોકલશે, તો યુઝર તેને રિસીવ કરી શકશે નહીં.

અનનૌન કોલ્સ સાઇલન્સ કરવાનો વિકલ્પ

અજાણ્યા નંબરથી આવતા મેસેજ અને મીડિયા ફાઇલ્સ બ્લોક કરવી

લિંક પ્રિવ્યૂ ડિસેબલ કરવી

ગ્રુપ ઇન્વાઇટ લિમિટ કરવી

ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટ કરવી

આ વિકલ્પોને યુઝર્સ પોતાના ઉપયોગ મુજબ સેટ કરી શકશે જેથી તેમના વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવી શકાય.

તાજેતરમાં વધી રહેલી સાઇબર ઠગાઈઓ અને ડેટા લીકની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મેટા આ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને વ્યક્તિગત ડેટા સલામત રાખવામાં અને અજાણ્યા સંપર્કોથી બચાવવામાં મદદ કરશે.

હાલ આ ફીચર માત્ર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. મેટા તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે, આ ફીચર ક્યારે તમામ યુઝર્સ માટે રોલઆઉટ થશે. જોકે નિષ્ણાતોના કહેવા મુજબ, આ વોટ્સએપનું અત્યાર સુધીનું સૌથી અદ્યતન સુરક્ષા અપડેટ સાબિત થઈ શકે છે.

Exit mobile version