
કોરોના પછી બાળકોમાં આ બીમારીનો ખતરો,WHOએ પણ આપી ચેતવણી
કોરોના મહામારીનો કહેર થંભ્યો કે હવે બીજી બીમારીએ દસ્તક આપી છે.જી હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહી છે.આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે,હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા છે.કોવિડ 19 પછી હવે ઓરી રોગનો ખતરો ઉભો થયો છે.
ઓરીના પ્રકોપ બાદ હવે WHOએ પણ ચેતવણી આપી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,કોવિડ-19ના કારણે ઓરી રસીકરણ કવરેજમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જેના કારણે કરોડો નવજાત શિશુઓને ઓરીની બિમારી ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે.તાજેતરમાં આ અંગે જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં છેલ્લા વર્ષ એટલે કે 2021માં વિશ્વભરમાં લગભગ 40 મિલિયન એટલે કે 4 કરોડ બાળકોને ઓરીનો ડોઝ મળી શક્યો નથી.
વર્ષ 2021 માં, વિશ્વભરમાં ઓરીના અંદાજિત 9૦ લાખ નવા કેસ નોંધાયા હતા અને 1.28 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.આશ્ચર્યજનક રીતે, આફ્રિકા અને એશિયા જેવા વિકાસશીલ દેશોમાં 95 ટકાથી વધુ મૃત્યુ થયા છે. વિશ્વના લગભગ 22 દેશો આ ભયંકર રોગના પ્રકોપનો સામનો કરી રહ્યા છે.કોવિડ-19 અને ઓરીના રસીકરણમાં બેદરકારીને કારણે હવે આ રોગ સમગ્ર વિશ્વ માટે ખતરો બનતો જોવા મળી રહ્યો છે.
ઓરીના રોગને માત્ર રસીકરણ દ્વારા જ અટકાવી શકાય છે.જો કે તેની કોઈ ચોક્કસ સારવાર નથી, તેની સામે બે ડોઝની રસી ગંભીર રોગ અને મૃત્યુને રોકવામાં લગભગ 97 ટકા અસરકારક છે.આ રોગથી બચવા માટે, બાળકોને અલગ-અલગ સમયગાળામાં રસીના બે ડોઝ આપવામાં આવે છે, ત્યારબાદ આ રોગનું જોખમ ઘટી જાય છે.