અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: Who will be the new DGP of Gujarat ગુજરાતના પોલીસ વડા (DGP) વિકાસ સહાયની આવતી કાલે 31મી ડિસેમ્બરના રોજ મુદ પુરી થતાં વય મર્યાદાને કારણે નિવૃત થશે. DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થવા જઈ રહ્યું છે. વિકાસ સહાયને ફરી એકવાર એક્સટેન્શન મળે એની કોઈ સંભાવના દેખાતી નથી. ત્યારે નવા DGP કોણ બનશે. તેની પોલીસ બેડામાં અટકળો ચાલી રહી છે. જેમાં જીએસ મલિક, ડો. નિરજા ગોટરૂ અને ડો.કે.એલ.એન. રાવ સહિત નામો ચર્ચામાં છે. DGPની નિમણૂકનો નિર્ણય દિલ્હી દરબારમાંથી લેવાશે. પણ જાણકાર સૂત્રોના કહેવા મુજબ ચર્ચામાં ડો. કે. એલ. એન રાવનું નામ મોખરે છે.
ગુજરાતના DGP વિકાસ સહાયને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે કાલે પૂર્ણ થાય છે. ત્યારે નવા DGP કોણ બનશે તેની અટકળો ચાલી રહી છે. DGP તરીકે જે નામો ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચામાં છે. જી.એસ.મલિક 1993ની બેંચના IPS અધિકારી છે, એ પહેલાં તેઓ કેટલાંક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા. તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવ્યા ત્યારથી જ ચર્ચા હતી કે આગામી સમયમાં મલિકને રાજ્યના પોલીસવડા બનાવવામાં આવી શકે છે, કારણ કે અગાઉ શિવાનંદ ઝા, આશિષ ભાટિયા સહિતના IPS અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરના પદે હતા, ત્યાર બાદ તેમને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા, પરંતુ આ વખતે પરંપરા બદલાય શકે, એવું કહેવાય છે. DGP બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે, જેથી ગુજરાત રાજ્યના 30મા DGP તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા છે. જ્યારે ડો.નીરજા ગોટરુનું નામ પણ ચર્ચામાં છે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્યના નવા પોલીસવડાની પસંદગી માટે ગુજરાત સરકાર DGP કક્ષાના અધિકારીઓનાં નામ UPSCની પેનલને મોકલતી હોય છે, જેમાં ડો.કે.એલ.એન.રાવ, જી.એસ.મલિક, ડો.નીરજા ગોટરુ વગેરેનાં નામ લિસ્ટમાં હોઈ શકે છે. વિકાસ સહાય પછી ગુજરાત કેડરના સૌથી સિનિયર IPS અધિકારી શમશેર સિંહ છે. તેઓ હાલમાં ડેપ્યુટેશન પર છે. એટલું જ નહીં, તેમની નિવૃત્તિને પણ માંડ 3 મહિનાનો સમય બાકી છે. જ્યારે રેગ્યુલર પોસ્ટિંગ માટે 6 મહિનાની સર્વિસ બાકી હોવી જરૂરી છે. ડો.કે.એલ.એન.રાવ ઓક્ટોબર, 2027માં નિવૃત્ત થશે. તેમણે જિલ્લા પોલીસવડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

