
PFI આતંકવાદી સંગઠન અલકાયદાના પડછાયાની જેમ કામ કરતું હતું : મુખ્તાર અબ્બાસ નકવી
નવી દિલ્હીઃ દેશના 8 રાજ્યોમાં PFIના સ્થળો ઉપર મંગળવારે ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાને લઈને બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, PFI અલકાયદાના પડછાયા તરીકે કામ કરે છે. તેઓ દેશના દુશ્મનો છે. તેમની સામે પગલાં લેવા જોઈએ.
NIAને અગાઉના દરોડામાં મળેલી લીડના આધારે, મંગળવારે 8 રાજ્યોમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. NIA સહિત અન્ય એજન્સીઓ 8 રાજ્યોની પોલીસ સાથે મળીને આ દરોડા પાડીને તપાસ કરી હતી. એનઆઈએની તપાસ દરમિયાન ફંડીગ સહિતની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં હતા.
(PHOTO-FILE)