
પલાઠી વાળીને કેમ જમવું જોઈએ? આ છે કારણો
આપણા શાસ્ત્રમાં એટલી બધી વાતો જણાવી છે કે દરેક વ્યક્તિના જીવન પ્રારંભથી લઈને અંત સુધીની દરેક પ્રકારની વાત કરવામાં આવી છે. આવામાં જો વાત કરવામાં આવે પલાઠી વાળીને જમવાની તો, તેના વિશે પણ અનેક વાત કરવામાં આવી છે જેમાં પલાઠી વાળીને બેસવાનું અને જમવાના ફાયદા વિશે પણ જણાવવામાં આવ્યું છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો, સુખાસનની મુદ્રામાં બેસીને ભોજન કરવાથી ભોજન જલ્દી અને સારી રીતે પચી જાય છે. પલાઠી વાળીને જમવાથી પેટમાં સારી રીતે રક્ત પ્રવાહ થાય છે. જેનાથી સુક્ષ્મ પોષક તત્વો જેમ કે વિટામિન બી 12, વિટામીન ડી વગેરે સારી રીતે અવશોષિત થાય છે. સાથે જ મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે.
આ સાથે સાથે હેલ્દી રહેવા માટે ફક્ત હેલ્દી ખાવાનું જ જરુરી નથી. પણ યોગ્ય રીતે ખાવું પણ એટલું જ જરુરી છે. તો વળી જો આપ ફર્શ પર ક્રોસ લૈગ કરીને એટલે કે પલાઠી વાળીને જમવા બેસશો તો કેટલાય પ્રકારના ફાયદા થશે. આ તમામની સાથે સાથે પલાઠી માીને બેસવાથી શરીર વધારે સમય સુધી યુવાન અને ગતિશીલ બની રહે છે. સાથે જ આપની બોડીના નીચલા ભાગની તાકાત અને સ્થિરતા પણ બની રહે છે.
આવી રીતે પલાઠી વાળીને બેસવાના અન્ય પણ કેટલાય ફાયદા છે. જેમ કે આ સ્થિતિમાં બેસવાથી ફ્લેક્સિબિલિટી-સ્ટેબિલિટી વધે છે. મન શાંત રહે છે, રોજ તેને કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. સાથે જ તેનાથી ચિંતા, તણાવ અને માનસિક થાક પણ દૂર થાય છે.
ઉલ્લેખનીય છે કે આ વાતને માત્ર જાણકારીના આધારે તૈયાર કવામાં આવી છે અને તેના પર કોઈ દાવો કે પૃષ્ટિ કરવામાં આવતી નથી.