
આવુ કેમનું થતુ હશે? આ વ્યક્તિના શરીર પર બધી વસ્તુ ચોટી જાય છે
- આ વ્યક્તિના શરીર પર બધુ જ ચોટી જાય છે
- લોખંડ, ફળ, શાકભાજી, સ્ટીલ બધુ ચોટે
- જોઈને લોકો ચોંકી જાય છે
આ દુનિયા એવી છે કે જ્યાં તમને અલગ અલગ પ્રકારના લોકો હંમેશા જોવા મળતા હોય છે. દરેક લોકોમાં કાઈકને કાંઈક નવુ હુનર પણ જોવા મળતુ હોય છે, પણ આવામાં એક વ્યક્તિ એવી છે કે જેના શરીર પર બધી વસ્તુ ચોટી જાય છે.
આ વ્યક્તિ ઈરાનમાં રહે છે, જેનું શરીર ચુંબક જેવું છે. હકીકતમાં તેના શરીર પર કોઈપણ મોટામાં મોટી વસ્તુ સરળતાથી ચોંટી જાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાનમાં રહેતા અબોલ્ફઝલ પોતાને કોઈ ચમત્કારથી કમ નથી માનતો. કેમ કે તેના શરીર પર કોઈપણ વસ્તુ એવી રીતે ચોંટી જાય છે કે જાણે તેના શરીરમાં કોઈ ચુંબક ફિટ કરવામાં આવ્યું.
Man has a unique ability to make any object stick to him pic.twitter.com/jRb3ZCYz22
— The Sun (@TheSun) June 2, 2021
ઈરાનના અબોલ્ફઝલ સાબીર મોખ્તારી નામની આ વ્યક્તિએ વિશ્વમાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વ્યક્તિના શરીરમાં ખબર નહીં એવુ શું છે કે, કાચ, લાકડી, લોંખડમાંથી બનેલી વસ્તુઓ આપોઆપ ચોંટી જાય છે.
જો કે મીડિયા રિપોર્ટ પ્રમાણે અબોલ્ફઝલના શરીરમાં કોઈપણ પ્રકારનું ચુંબક નથી પરંતુ તેને કોઈપણ વસ્તુને પોતાના શરીર પર ચોંટાડવાની કળા શીખી છે. 51 વર્ષના અબોલ્ફઝલ સાબીર મુખ્તારીએ પોતાના શરીર પર કોઈપણ વસ્તુઓને ચોંટવાની કળા બાળપણથી જ શીખવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તે પોતાની કળાથી કોઈ પણ વસ્તુ બીજી વ્યક્તિના શરીર પર ચોંટાડી શકે છે.