Site icon Revoi.in

ભારતમાં જંગલી હાથીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે 18 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં જંગલી હાથીઓની પ્રથમવાર ડીએનએ મારફતે કરાયેલી ગણતરી અનુસાર તેમની સંખ્યામાં 18 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં જંગલી હાથીઓની સંખ્યા 22446 છે જે વર્ષ 2017માં 27312થી ઓછી છે. અખિલ બારતીય સમકાલિક હાથી અનુમાન 2025 અનુસાર ભારતમાં હાથીઓની સંખ્યા 18255થી 26645ની વચ્ચે હોવાનો અંદાજ છે, તેનો સરેરાશ આંકડો લગભગ 22446 જેટલો થાય છે.

સરકારે વર્ષ 2021માં સર્વેક્ષણ શરૂ કર્યાના ચાર વર્ષ બાદ રિપોર્ટ જાહેર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, રિપોર્ટ જાહેર કરવામાં જટિલ આનુંશિક વિશ્વેષણ અને આંકડાઓનું સત્યાપન કારણે મોડુ થયું છે. રિપોર્ટ અનુસાર, પશ્ચિમી ઘાટ 11934 હાથીઓ સાથે સૌથી મોટો ગઢ બની ગયો છે. જે બાદ ઉત્તર-પૂર્વીય પહાડી વિસ્તાર અને બ્રહ્મપુત્રનું મેદાન 6559 હાથીઓ સાથે બીજા ક્રમે છે. મધ્યપ્રદેશમાં 97 અને મહારાષ્ટ્રમાં 63 હાથી છે. શિવાલીક પર્વત અને ગંગાના મેદાનમાં 2062 હાથી વસવાટ કરે છે. મધ્ય બારત અને પુર્વીય ઘાટ ઉપર 1891 હાથીઓ છે. જે બાદ આસામમાં 4159, તમિલનાડુમાં 3136, કેરલમાં 2785 અને ઉત્તરાખંડમાં 1792 હાથી છે. ઓડિસામાં 912, છત્તીસગઢ અને ઝારખંડમાં 650, અરૂણાચલમાં 617, મેઘાલયમાં 677, નાગાલેન્ડમાં 252 અને ત્રિપુરામાં 153 હાથીઓ નોંધાયાં છે.

કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા હાથીઓના સરક્ષણ માટે પગલા લેવામાં આવી રહ્યાં છે જો કે, આ રિપોર્ટ બાદ હાથીઓના સરક્ષંણને વધારે અસરકારક પગલા લેવામાં આવશે.