1. Home
  2. ગુજરાતી
  3. યુપીઃ- પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત, કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા 
યુપીઃ- પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત, કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા 

યુપીઃ- પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત, કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા 

0
Social Share
  • આજે પીએમ મોદી જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે
  • કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવાયો
  • આ કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા કરાઈ

 

લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આજે ગ્રેટર નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરનાર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.જેવર એરપોર્ટ ભાજપના ચૂંટણી વચનોમાં સામેલ છે અને તેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીએમ મોદીના આજના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવાઈ છે.

આજના આ કાર્યક્રમ માટે 1.5 લાખથી વધુ લોકો માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ પીેમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર સભાના સ્થળે સીસીટીવીથી નજર રાખવામાં આવશે અને આ માટે પોલીસે સ્ટેજ અને તેની આસપાસ 200થી વધુ કેમેરા લગાવ્યા છે. તેના દ્વારા કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ કરવામાં આવશે.

ગ્રેટર નોઈડાથી જેવર સુધીના એક્સપ્રેસ વે પર જાહેર સભા સ્થળ તરફ જવાના માર્ગ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગ્રેટર નોઈડાના વિવિધ સ્થળોએ પોલીસકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે અને આ સિવાય જાહેર સભા સ્થળના 10 કિલોમીટરના દાયરામાં પોલીસકર્મીઓની ઉપસ્થિતિ હશે.આ સાથે જ લગભગ પાંચ હજાર પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવમાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 11:20 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં જેવર માટે ઉડાન ભરશે અને તેમનું હેલિકોપ્ટર સવારે 11:50 વાગ્યે જેવરમાં ભૂમિપૂજન સ્થળ પર બનેલા હેલિપેડ પર ઉતરશે.

ઉલ્લેખનીય છે કે જેવરમાં સ્થળ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. આ હેલીપેડમાંથી એક હેલીપેડનો ઉપયોગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે અને બીજા હેલીપેડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉતરશે જ્યારે ત્રીજા હેલીપેડ પર તેમની સુરક્ષા ટીમ માટે બનાવાયું છે,બપોરે લગભગ 12 વાગ્યે એરપોર્ટનું ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાશે.

સાથે જ તમને જણાવી દઈએ કે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધારવાનો પણ નિર્ણય કર્યો છે. આ યોજના હવે આવતા વર્ષે માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશેઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં આ યોજના હેઠળ ગરીબોને દર મહિને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે. આ યોજના નવેમ્બર સુધી હતી અને ઘણા રાજ્યોએ તેને વધારવાની માંગ કરી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code