Site icon Revoi.in

તલોદના ચેખલા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત

Social Share

તલોદ, 13 એપ્રિલ 2026Accident between car and bike તાલુકાના ચેખલા ગામ નજીક હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. આ દુર્ઘટનામાં બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, તલોદ નજીક ચેખલા ગામ પાસે પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારી હતી. મોડાસા તાલુકાના ગાજણ ગામનું દંપતી બાઈક પર સવાર થઈને પસાર થઈ રહ્યું હતું, ત્યારે ચેખલા ગામ નજીક એક અનિયંત્રિત કારે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર મહિલા રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.  આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા યુવકને પણ શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા

બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version