
રસોઈમાં કામ કરતી સ્ત્રીઓને દાઝવાની શક્યાતાઓ વધુ- જાણો દાઝી જાય ત્યારે સૌ પ્રથમ શું કરવું
- જ્યારે પણ દાઝો એટલે તરત પાણીમાં હાથ પલાળવા
- જ્યા પણ દાઝ્યા હોય ત્યા મલાઈ લગાવી લેવી
- જ્યારે પણ વરાળથી હાથ દાઝે એટલે તેના પર બરફ ઘસી લેવો
સામાન્ય રીતે ઘર કામ કરતી સ્ત્રીઓ ઘણી વખત કિચનમાં દાધી જતી હોય છે, આગથી અથવા તો વરાળથી, ખાસ કરીને જ્યારે કિચનમાંથી તપેલા કે કઢાઈ ગેસપરથી ઇતારવાની હોય ત્યારે મોટા ભાગની સ્ત્રીઓ દાઝતી હોય છે અથવા તો ગરમ વસ્તપ બનાવતા વખતે તેની વરાળથી પણ હાથમાં જલન થતી હોય છે,તો આજે એવી કેટલીક ટિપ્સ જોઈશું તે તમને દાઝવાની જલનમાંથી રાહત આપશે.
દાઝ્યા હોય ત્યારે આ ટિપ્સ કરો ફોલો
- જ્યારે પણ તમને કોઈ વરાળ લાગે છે અને હાથમાં જલન થાય છે એટલે તરત જ હાથને ઠંડા પાણીમાં પલાળી દેવો
- જ્યારે પણ દાઝી જાવો ત્યારે પહેલા તો મલાઈ લગાવી લેવી જેથી ઠંડક થી જશે, અને જો વધારે દાઝ્યા હોય ત્યારે ડોક્ટરની મુલાકાત લેવી પરંતુ પ્રથામિક સારવાર ઘરે લઈજ લેવી જેથી જલનમાં રાહત મળે છે
- કેળા પર દાઝેલા ઘા માટે ઉત્તમ સારવાર ગણાય છે.દાઝેલા ઘા ઉપર પાકા કેળાંને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ રાહત મળે છે.
- ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ રાહત થાય છે.
- એલોવેરાને દાઝેલા ઘા પર લગાવવાથી રાહત મળે છે, જલનમાં રાહત થાય છે અને સ્કિન પર ડાધા પડતા અટકે છે
- આ સાથે જ દાઝેલા ઘા ઉપરકોપરેલ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.અને ડાધા પર પડતા અટકે છે
- દાઝેલા ઘા પર બટાટો કાપી ઘસવાથી ફોલ્લો થશે નહિ.અને ઠંડક પણ મશળે
- મેંહદીના પાન પરણ ઇત્તનમ ઈલાજ છે,દાઝેલા ઘા પર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ મળે છે.
tags:
relief from burning