Site icon Revoi.in

વઢવાણમાં પ્રતિબંઘ છતાં પૂર ઝડપે દોડતા ડમ્પરોના ત્રાસ સામે મહિલાઓએ કરી રજુઆત

Social Share

વઢવાણઃ શહેરમાં રેલવે સ્ટેશનમાં આધુનિકીકરણ અંતર્ગત રસ્તાઓ બંધ થયા છે. ત્યારે રેલવે મેદાન પાસેના પાણીના અવાડાથી પિત્રોડા કારખાના તરફ રહેતા તેમજ શિવરંજની સોસાયટીના રહીશો સતત ડમ્પરોના અવર-જવરથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોનો ભય છે. આથી શિવરંજની સોસાયટી અને આજુબાજુની સોસાયટીની મહિલાઓએ પ્રાંત અધિકારીને રજુઆત કરીને રજુઆત કરી હતી.

વઢવાણ રેલ્વે સ્ટેશનની જમીન પર દબાણો હટાવો અને સફાઇ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં રેલવે મેદાન તરફ લોખંડની ફેન્સિંગ નાંખવામાં આવી છે. આથી રેલવે સ્ટેશન, મામલતદાર સહિતની કચેરીઓ તરફ જવા માટે પાણીના અવાડાથી પિત્રોડા કારખાના તેમજ શિવરંજની સોસાયટી તરફનો રસ્તો મુખ્ય બન્યો છે. પરંતુ આ રસ્તા પર પથ્થરોના ઢગલાઓ છે. આથી ખારવા તરફ અને વાઘેલા તરફ અવર જવર કરતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. તેમજ આ રસ્તા પર રહેતા રહીશો ડમ્પરો સહિત ભારે વાહનોથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વઢવાણ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી રાત્રે ભારે વાહનો નીકળે છે.રોજ 250 ડમ્પર નીકળે છે. રસ્તા સાંકડો છે. અને પૂરઝડપે ડમ્પરો દોડતા હોવાથી અકસ્માતનો ભય છે.

શિવરંજની સોસાયટી અને આજુબાજુની સોસાયટીની મહિલાઓએ  વઢવાણ પ્રાંત કચેરીએ જઇ લેખિત રજૂઆત કરી હતી કે,  મનપાના વોર્ડ નં.11માં મુખ્ય રસ્તા પર ડમ્પરોનો ત્રાસ વધ્યો છે. ભારે વાહનોને લગડી જીન રસ્તો આપવા આવે તેવી માંગ કરી છે. તેમજ રસ્તા પર પથ્થરોનો ઢગલો દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે.

શિવરંજન સોસાયટીના સ્થાનિર રહિશોના કહેવા આ સોસાયટીમાં 30થી વધુ રહેણાંક મકાન આવેલા છે. અમારા બાળકો આ રસ્તા પર રમતા હોય છે. પરિણામે અકસ્માતનો ભય રહે છે. આથી સુરેન્દ્રનગર મહાપાલિકા બિસમાર રસ્તા નવો બનાવે અને તંત્ર બિસમાર રસ્તા પર ડમ્પરો નિકળે છે તે બંધ કરે તેવી માગ છે.