Site icon Revoi.in

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂઆત

Social Share

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાનાર આ સ્પર્ધા 20 નવેમ્બર સુધી ચાલશે. બ્રાઝિલ, પોલેન્ડ અને કઝાકિસ્તાનમાં યોજાયેલા ત્રણ વિશ્વ કપ તબક્કાઓ પછી, વિશ્વ કપ ફાઇનલ્સ -વિશ્વ મુક્કેબાજી કપ સિરીઝ 2025નો ભાગ છે. 18 દેશોના એકસો ત્રીસ બોક્સર આ સ્પર્ધામાં ભાગ લેશે.

ભારત તમામ 20 શ્રેણીઓમાં ભાગ લઈ રહ્યું છે, જેમાં વિશ્વ ચેમ્પિયન મીનાક્ષી, નિખત ઝરીન, જાસ્મીન અને સ્વીટી બોરા અવિનાશ જામવાલ અને હિતેશનો સમાવેશ થાય છે. અવિનાશ જામવાલ અને હિતેશે આ વર્ષના વર્લ્ડ કપ સર્કિટમાં બે-બે મેડલ જીત્યા હતા.

Exit mobile version