Site icon Revoi.in

વર્લ્ડ ગેમ્સ 2025: ભારતીય વુશુ ખેલાડી નમ્રતા બત્રાએ ઈતિહાસ રચ્યો, સિલ્વર મેડલ જીત્યો

Social Share

નવી દિલ્હીઃ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી વર્લ્ડ ગેમ્સ 2025માં ભારતીય મહિલા વુશુ ખેલાડી નમ્રતા બત્રાએ ઇતિહાસ રચ્યો છે. તેણે મંગળવારે વુશુની રમતમાં ભારત માટે પ્રથમ વર્લ્ડ ગેમ્સ સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.

નમ્રતાએ મહિલા સાન્ડા 52 કિલોગ્રામની ફાઇનલમાં ચીનની મેંગ્યુ ચેન સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સિલ્વર મેડલ જીત એ ભારત માટે એક મોટી સિદ્ધિ છે.

આ ગેમ્સમાં ભારતે વુશુની સાન્ડા ઇવેન્ટ્સમાં ત્રણ એન્ટ્રીઓ ઉતારી હતી. એશિયન ગેમ્સ 2023ની સિલ્વર મેડલ વિજેતા રોશીબીના દેવી નાઓરેમ અને અભિષેક જામવાલ બંને ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.

નમ્રતાના આ સિલ્વર મેડલ સાથે, ભારતે વર્લ્ડ ગેમ્સના ઇતિહાસમાં કુલ સાત મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ભારતમાં વુશુ જેવી રમતને પ્રોત્સાહન આપવા માટે પ્રેરક સાબિત થશે.

Exit mobile version