
નવરાત્રિના પાંચમા દિવસે આ રીતે કરો દેવી સ્કંદમાતાની પૂજા, જાણો પૂજા વિધિ અને મંત્ર
નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે દેવીને સ્કંદમાતા નામ મળ્યું છે. માતાના આ સ્વરૂપમાં કાર્તિકેય તેમના ખોળામાં બેઠેલા રહે છે.એવું માનવામાં આવે છે કે માતાના આ પ્રેમાળ સ્વરૂપની પૂજા કરવાથી બુદ્ધિ અને વિવેક વધે છે. તો ચાલો જાણીએ નવરાત્રિના પાંચમા દેવી માં ના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી, પૂજા કરવાની વિધિ, મંત્ર અને માતાને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ..
માતા સ્કંદમાતાને કેળાના હલવાનો લગાવો ભોગ
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાને કેળા અને કેળામાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તમે કેળાની ખીર બનાવીને દેવીને અર્પણ કરી શકો છો.
કેળાંના હલવાની રેસીપી
પાંચ કેળાની છાલ કાઢીને એક ઇંચના ટુકડા કરી લો. તપેલીને ગેસ પર રાખો અને તેમાં એક કપ ઘી ઉમેરીને ગરમ કરો. ઘીમાં સમારેલા અને છૂંદેલા કેળા ઉમેરો. થોડી વાર શેકી લો અને એક કપ ખાંડ ઉમેરો. હવે તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં એલચી પાવડર ઉમેરો.
માં સ્કંદમાતાની પૂજા વિધિ
નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. પૂજા માટે તમારા હાથમાં લાલ ફૂલો સાથે દેવી સ્કંદમાતાનું આહ્વાન કરો. અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ, ગંધ, સોપારી, પાન, લવિંગ દેવીને અર્પણ કરો. માતાની આરતી કરીને શંખ ફૂંકો અને મંત્રોનો જાપ કરો.
મા સ્કંદમાતા મંત્રનો જાપ કરો
स्कंदमाता की पूजा के समय इस मंत्र का जाप करें
या देवी सर्वभूतेषू मां स्कंदमाता रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: