Site icon Revoi.in

વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવાયા

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણમાં ધોળીપોળ દરવાજા પાસેના વર્ષો જુના દબાણો હટાવવાની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. મ્યુનિ.કોર્પોરેશને વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત દબાણો હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણને હેરિટેજ સીટી બનાવવાના ભાગરૂપે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતુ. જેમાં ધોળીપોળ દરવાજા આસપાસ 50થી વધુ દબાણો હટાવયા હતા. આ સમયે ઘર્ષણ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા. જેમાં ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ તંત્ર દ્વારા હોબાળા વચ્ચે 50 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2005માં માન્યતા રદ થવા છતાં દબાણો દૂર ના કરાતા દબાણ હટાવ ઝુંબેશની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આથી દુકાનદારો અને લોકોની ભીડ થઈ હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન થોડી માથાકૂટ પણ થઈ હતી. આથી પોલીસના ધાડે ધાડા ઉતારાયા હતા. જેમાં મહિલાઓને રોકવા બાબતે બોલાચાલી થઈ હતી. મ્યુનિ.ના અધિકારીએ જણાવ્યું કે અગાઉ બે નોટિસ આપવા છતાં દબાણો દૂર કરાયા ન હતા. આખરે મ્યુનિએ જેસીબી અને બુલડોઝર સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. મ્યુનિના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી પાર પાડી હતી.

મનપાના અધિકારીઓએ જણાવ્યું કે, વઢવાણને હેરિટેજ સીટી તરીકે વિકસાવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2005માં આ દુકાનોની માન્યતા રદ થઈ હોવા છતાં દબાણકર્તાઓએ દુકાનો દૂર કરી ન હતી, જેથી આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version