Site icon Revoi.in

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરાયું

Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યું છે.1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રજીસ્ટેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 9 વર્ષથી 36 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે 20 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ બોર્ડ સાથે સંકળાયેલા કોચ,ટ્રેનર આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા,ઝોન કક્ષા અને રાજય કક્ષા સાથે રહેશે. યોગાસન સ્પર્ધામાં જીતનાર ખેલાડીને ઇનામો સાથે ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવશે. આ સાથે યોગ વિજેતાને ક્રિઝિકલ સર્ટિફિકેટ તેમજ વિજેતા રકમ આપવામાં આવશે. યોગાસન સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટેશન કરાવવાનું રહેશે. ગુજરાત રાજય બોર્ડના વર્ગમાં ઓડિશન આપવા માટે યોગ વિભાગે નક્કી કરેલ સમયે જવાનું રહેશે.

Exit mobile version