1. Home
  2. ગુજરાતી
  3. આ યુવકનો ડાન્સ વિડીયો જોયા પછી તમે હસવાનું નહી રોકી શકો
આ યુવકનો ડાન્સ વિડીયો જોયા પછી તમે હસવાનું નહી રોકી શકો

આ યુવકનો ડાન્સ વિડીયો જોયા પછી તમે હસવાનું નહી રોકી શકો

0
Social Share

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા વિડીયો રમુજી હોય છે.જે જોઈને હસવું જ આવી જાય.તો ઘણા ડાન્સ વિડીયો પણ વાયરલ થતા હોય છે જેને જોવાનું વારંવાર મન થતું હોય છે.ત્યારે હાલમાં જ એક યુવકનો ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર  વાયરલ થયો છે.જે જોયા પછી યુઝર્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.એમાંના એક યુઝર્સે કહ્યું કે, એવું લાગે છે કે કાંગારુની આત્મા પ્રવેશી ગઈ છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

https://www.instagram.com/reel/CjAFCSYjgLd/?utm_source=ig_embed&ig_rid=51349872-d0b9-483a-bc45-32ac9d870900
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હોલમાં ઘણાં લોકો બેઠા છે અને પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ‘તારે ગીન ગીન યાદ’ વાગી રહ્યું છે.આ જોશીલું ટ્રેક સાંભળીને પીળા ટીશર્ટ વાળો યુવક એકદમ જોશમાં આવીને ડાન્સ કરી રહ્યા છે.પછી જોત-જોતામાં તે કૂદમકૂદ કરી મુકે છે.ત્યાં હાજર લોકોમાંથી કોઈને પણ ખ્યાલ નહોતો કે વ્યક્તિ આવો ડાન્સ કરશે.આ વીડિયો જોયા પછી તમે હસવાનું નહી રોકી શકો.

આ ફની ડાન્સ વીડિયોને mahabir_singh_9695 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. યુઝરે હસતાં ઇમોજી સાથે કેપ્શન આપ્યું છે, ‘કૂલ ડાન્સ.’

એક યુઝરે કહ્યું કે, આ વ્યક્તિ તો મને જુરાસિક પાર્કનો ટી-રેક્સ લાગી રહ્યો છે. તો બીજા યુઝરે કહ્યું કે, આ પરફેક્ટ મુર્ગી ડાન્સ છે. એક અન્ય યુઝરે કોમેન્ટ્સ કરીને લખ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે કોઈએ ચાવી આપીને છોડી દીધી હોય. બીજા યુઝરે લખ્યું છે કે, લાગે છે કે છોકરામાં કાંગારૂની આત્મા પ્રવેશી ગઈ છે. જે હોય તે પણ આ વીડિયો લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code