Site icon Revoi.in

તમે પણ માનસિક તણાવથી ઘેરાઈ શકો છો, આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો

Social Share

માનસિક તણાવથી પીડિત વ્યક્તિ મોટાભાગે ગુસ્સામાં અથવા એકદમ શાંત અવસ્થામાં જોવા મળે છે. માનસિક તણાવએ મનોવૈજ્ઞાનિક અને તનાવપૂર્ણ પ્રક્રિયા છે. આ ઘણા બધા પ્રકારની હોઇ શકે છે. આના કારણે શારીરિક અને માનસિક બદલાવ શરીરમાં આવી શકે છે. જેના કારણે વ્યક્તિ એક સમય પછી પોતાની જાતને સાવ પાંગળો અને નિસહાય સમજી બેસે છે.

માનસિક તણાવને કારણે શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ બદલાવ થતાં હોય છે. જેને લીધે વ્યક્તિને ઘણી બધી શારીરિક સમસ્યાઓથી ગુજરવું પડે છે. માનસિક તણાવ કોઈને પણ થઈ શકે છે. આ કોઈ દુર્ઘટના, અપરાધ અથવા પ્રાકૃતિક આપદાના કારણે પણ થઈ શકે છે. આજકાલ ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે લોકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોને આ તણાવ અઠવાડિયામાં ઠીક થઈ જાય છે તો ઘણા લોકોને આ તણાવમાંથી નીકળવા માટે ઘણો સમય લાગી જાય છે.

અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના મંતવ્ય પ્રમાણે તણાવ, દુર્ઘટના, બળાત્કાર અથવા કોઈ પ્રાકૃતિક આપદા એ ભાવનાત્મક પ્રતિક્રિયા છે. જો કે કોઈ પણ વ્યક્તિ આવી ઘટનાઓથી પસાર થાય તો તે સ્વાભાવિક રૂપથી તેને માનસિક અથવા શારીરિક અથવા બંને પ્રકારની યાતનાઓથી પસાર થવું પડે છે અને આ ઘણું ખતરનાક અને ભયાવહ પણ હોય છે. ત્યારે મનુષ્ય પોતાની જાતને નિસહાય એક્લવાયો મહેસુસ કરે છે અને પોતાના અનુભવને બીજાને સમજાવવામાં અસમર્થ હોય છે.

પોસ્ટ ટ્રોમેસ્ટિક સ્ટ્રેસ ડિસ ઓર્ડર: તણાવ મનુષ્યના સ્વાસ્થ્ય પર દીર્ઘકાલીન અસર કરી શકે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણ દેખાય તો આને પોસ્ટ ટ્રોમેસ્ટિક સ્ટ્રેસ ડિસ ઓર્ડર કહે છે.

એકયુક ટ્રોમા: આ એક તનાવપૂર્ણ અને ખતરનાક ઘટનાથી ઉત્પન્ન થાય છે.

ક્રોનિક ટ્રોમા: આ વધારે પડતી તનાવપૂર્ણ ઘટનાઓના સંપર્કમાં રહેવાના કારણે થાય છે. ઉદાહરણમાં દુર્વ્યવહાર, બદમાશી અને ઘરેલુ હિંસા પણ શામેલ છે.

સેકન્ડરી ટ્રોમા: આ ઘણી બધી દુર્ઘટનાઓના સંપર્કમાં રહેવાના કારણે થાય છે. આ તણાવનું બીજું રૂપ છે. તણાવના આ રૂપમાં એક વ્યક્તિ એવા વ્યક્તિના સંપર્કમાં આવે છે જે પહેલાથી જ તણાવમાં હોય છે, અને તેણે દર્દનાક ઘટનાનો અનુભવ કર્યો હોય.. આમાં ઘણીવાર એવું પણ બને છે કે ઘરનો જે વ્યક્તિ આવી માનસિક તણાવ ધરાવતી વ્યક્તિની સાર સાંભળ કરતી હોય તે પણ આ બીમારીના સંપર્કમાં આવી જાય છે.

#MentalHealth#StressManagement#MentalHealthAwareness#Trauma#PsychologicalStress#PTSD#EmotionalWellness#MentalHealthRecovery#StressRelief#MentalWellbeing#ChronicStress#TraumaHealing#StressDisorder#SelfCare#PsychologicalHealth

Exit mobile version