પંજાબમાં યુવાનની ફોનના મુદ્દે હત્યા, આરોપીને જેલના સળિયા પાછળ ધકેલાયો
દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં યુવાનની હત્યા કરીને લાશ ખેતરમાં ફેંકી દેવાના કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં મૃતકનું નામ થોમસ હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં ફોન મામલે તેની સની નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સનીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત તેજ બનાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબના અમૃરસરમાં હત્યાની એક ઘટના સામે આવી છે. આ હત્યા એક આઈફોનના મુદ્દે થઈ હોવાનું જાણવા મળે છે. અમૃતસરના ગુજરપુરા ગામમાં થોમસ નામની વ્યક્તિની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ અધિકારીઓ પણ હત્યાનું કારણ જાણીને ચોંકી ઉઠ્યાં હતા. હત્યાનું કારણ એક આઈફોન હતો જે મૃતક વેચવા નીકળ્યો હતો. ખરીદનાર આરોપીનું ફોન જોઈને મન બદલાઈ ગયું હતું. આરોપીએ પૈસા આપવાની જગ્યાએ થોમસની હત્યા કરી હતી અને લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો છે.
અમૃતસરના અજનાલામાં થયેલી થોમસની હત્યાના કેસનો પોલીસે ભેદ ઉકેલ નાખીને સની નામના શખસને ઝડપી લીધો છે. તપાસમાં સામે આવ્યું છે કે, થોમસ પોતાનો ફોન વેચવા માટે ઘરેથી નીકળ્યો હતો અને આરોપી સની પાસે ગયો હતો. સની સાથે મોબાઈલ ફોનનો સોદો થયો હતો પરંતુ નાણા આપવાના સમયે તેની નિયત બદલાઈ ગઈ હતી અને થોમસની હત્યા કરી નાખી હતી. ડીએસપી જસવીર સિંહે જણાવ્યું હતું કે, સનીની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આ હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.