1. Home
  2. રિવોઈહિરોઝ
  3. કોઈ પણ વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે, જેવુ તમે એ વ્યક્તિ વિશે વિચારશો – પ્રશાંત ગઢવી
કોઈ પણ વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે, જેવુ તમે એ વ્યક્તિ વિશે વિચારશો – પ્રશાંત ગઢવી

કોઈ પણ વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે, જેવુ તમે એ વ્યક્તિ વિશે વિચારશો – પ્રશાંત ગઢવી

0
Social Share

– વિનાયક બારોટ

દરેક વ્યક્તિ પોતાની વિચારધારા અને વિચારશક્તિથી જ મહાન બને છે. વ્યક્તિના વિચાર જ તેને પ્રગતિ અને અધોગતિ તરફ લઈ જાય છે અને આ વાતને અજાણતાથી જ કોઈ નકારી શકે. જીવનમાં કોની પાસેથી શુ મેળવવુ અને શુ અર્પણ કરવુ છે જો તેની સમજ આવી જાય તો જીવનની લગભગ બધી સમસ્યાઓનો અંત આવી જાય છે.

એક આવુ જ વ્યક્તિત્વ છે પ્રશાંત ગઢવીનું – કે જેઓ માને છે કે કોઈ પણ વ્યક્તિને – અન્ય વ્યક્તિ પાસેથી તે જ વસ્તુ મળશે જેવુ તે વિચારી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ પાસે સારી વસ્તુની આશા રાખો તો તે વ્યક્તિ તમને સારી જ વસ્તુ આપશે પણ અન્ય પ્રકારની શંકા કે વિચાર રાખશો તો તે વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે.

પ્રશાંત ગઢવી કે જેઓ જાહેર ખબર ક્ષેત્રનું જાણીતું અને મોટુ નામ છે. તેઓએ ખાસ પ્રકારની ચર્ચા દરમિયાન પોતાના વિશે કેટલીક એવી વાતો પણ કહી અને આ વાતને જો કોઈ અન્ય વ્યક્તિ વાંચે તો વાંચન કરનારના જીવનમાં પણ ઘણો બદલાવ આવી શકે છે.

બાળપણનો યાદગાર પ્રસંગ

કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું બાળપણ કેટલું મહત્વનું હોય અને કેટલુ કિંમતી હોય છે. બાળપણના પ્રસંગો તો ભાગ્ય જ કોઈ વ્યક્તિને યાદ ન હોય. તો પ્રશાંત ગઢવીએ પણ પોતાના એક બાળપણનો યાદગાર પ્રસંગ વિશે કહ્યુ કે.. તેઓએ ભાવનગરમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો પછી ગાંધીનગરમાં ગાંધીનગર શહેરમાં રહેવા આવી ગયા.

જ્યારે ભાવનગરમાં તેઓ રહેતા અને અભ્યાસ કરતા હતા ત્યારે શાળામાં ‘રાષ્ટ્રીય નિબંધ’ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં નિબંધનો વિષય હતો કે ગાંધી – એક વિચારધારા. આ સ્પર્ધા માત્ર બાળકો માટે હતી અને તેમાં પ્રશાંત ગઢવીએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યુ હતુ અને તે વખતે એવી સુવીધા પણ ન હતી કે દિલ્લી જઈને તે રાષ્ટ્રપતિ ચંદ્રકને લઈ શકાય.

તો રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રશાંત ગઢવી સુધી પહોચે તે માટે તે રાષ્ટ્રપતિ ચંદ્રકને ગાંધીનગર મોકલવામાં આવ્યું. આ સમયે ગાંધીનગરમાં જે શાળામાં ભણતા હતા ત્યારે ત્યાનાં આચાર્યએ જાહેરાત કરી કે આપણી શાળામાં આવેલા એક વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પેટે ચંદ્રક આપવામાં આવ્યો છે. આ હતી તેમના જીવનની યાદગાર ક્ષણ..

પહેલા અશક્ય લાગતું કામ કર્યું અને જીવન બદલાયું

આ જીવનમાં કોઈ કામ અશક્ય નથી – આ વાત ઘણા માણસોની મુખેથી સાંભળવા મળે છે પણ એ વાતમાં કોઈ શંકા ન કરી શકે કે – હંમેશા એ જ કામ વ્યક્તિને અશક્ય લાગે જે કામ તેનું જીવન બદલી શકે.

વર્ષ 1984ની વાત કરતા તેમણે કહ્યું કે – જ્યારે ભણવામાં મેનેજમેન્ટ વિષય જ નવો હતો. મેનેજમેન્ટની ગુજરાતમાં બે જ સંસ્થા હતી જેમાં એક IIM-Ahmedabad અને B.K. School of Management. તો તે સમયમાં સમયે પ્રશાંત ગઢવી મેનેજમેન્ટનું ભણે તે માટે તેમના માતા-પિતાએ 50 રૂપિયાનું ફોર્મ એ સમયમાં ખરીદ્યું હતુ.

જે B.K. School of Managementમાં માત્ર 30 વિદ્યાર્થીઓના એડમિશન માટે 4500 જેટલી એપ્લિકેશન આવતી હતી તેમાં તેઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરી. પરીક્ષા પહેલા તેમને લાગતુ નહોતું કે તેઓ મેનેજમેન્ટની પરીક્ષા પાસ કરી શકશે અને કારણ હતુ કે તેઓ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી હતા એટલે. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી B.K. School of Managementમાં એડમિશનનું મહત્વ સમજાયુ.. અને તેમણે આગળ સ્માર્ટ વર્ક કરીને ગૃપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂ પણ પાસ કર્યુ.

આ પરીક્ષા પ્રશાંત ગઢવીએ એટલે જ આપી હતી કારણ કે તેમને તેમના માતા-પિતાનું સાંભળવું ન પડે તે માટે. પણ આ પરીક્ષામાં પાસ કરીને પોતાના જીવનમાં સારી જગ્યાએ નોકરી લાગ્યા અને ત્યારે પ્રશાંત ગઢવીને સમજાયું કે જીવનમાં ક્યારેક એ વાત પણ માની લેવી જે આપણને ખબર ન હોય.

આ બાબતે હાલ પ્રશાંત ગઢવી કહે છે કે – જો 50 રૂપિયાના ફોર્મ માટે તે સમયે તેમના મા બાપ તેમને વઢ્યા ના હોત તો આજે કાંઈક અલગ હોત અને ત્યાંથી તેમના જીવનનો રસ્તો બદલાયો.

ભણતર બાદ જીવનની પહેલી સફળતા

ભણતર બાદ જીવનની પહેલી સફળતા – આ શબ્દ સાંભળીને જ લગભગ દરેક લોકોના ખબર પડી જાય કે અહિંયા વાત છે જીવનની પહેલી નોકરીની. પોતાની પહેલી નોકરી વિશે તેમણે કહ્યું કે વર્ષ 1984માં તેઓએ મેટલર્જીમાં એન્જિનિયરિંગ કર્યુ અને એક સ્ટીલ ટ્યુબ બનાવતી કંપનીએ ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. ઉંમર પ્રમાણે સપના હોય અને તેઓ વિચારતા હતા કે પગાર 4 આંકડામાં મળવો જોઈએ. 3 આંકડામાં તો બધાને મળે.

ઈન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા અને તે સમયે કંપનીએ 900 જેટલો પગાર આપવા તૈયાર થઈ હતી પણ તે સમયે પ્રશાંત ગઢવીએ કહ્યુ કે તેમને 1000 આપો.. તો કંપનીએ ચાર આંકડામાં પગાર આપવાની ના પાડી.

કંપનીએ પગાર આપવાની ના પાડતા પ્રશાંત ગઢવીએ એમબીએમાં એડમિશન લીધુ હતુ અને ભણવાનું શરૂ કરી દીધુ હતુ. નસીબ સંજોગે ફરીવાર તે જ કંપનીમાંથી ઈન્ટવ્યુ માટે બોલાવવામાં આવ્યા અને તે સમયે ઈન્ડસ્ટ્રિયલ માર્કેટમાં જવાની ઈચ્છા ઓછી હતી. તે સમયે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને 2500 જેટલી સેલેરી આપતા હતા. અને તે સમયે પ્રશાંત ગઢવીએ 3000 રૂપિયા પગાર આપવાનો આગ્રહ કર્યો હતો. નસીબ સંજોગે તેઓ 3000 આપવા તૈયાર થઈ ગયા.

આ પ્રકારનો અનુભવ કર્યા પછી પ્રશાંત ગઢવીને તે વાત પણ જાણવા મળી કે કોઈ સારી સંસ્થામાંથી ભણવુ તે કેટલુ મહત્વનું હોય છે. જો કે આ બાબતે તેમણે કહ્યુ કે વિદ્યાર્થીકાળમાં બાળકો કદાચ વિચારી શક્તા નથી  અને કેરિયર તો બધા વિદ્યાર્થીના બનાવાના.. પણ આ બાબતે તેઓએ કહ્યુ કે સારી સંસ્થામાંથી ભણીને નીકળે તે વિદ્યાર્થી સીધા પાંચમા પગથીયાથી કેરીયર શરૂ કરે છે અને અને અન્ય સંસ્થામાંથી શરૂ કરે છે તો 0મા પગથીયેથી… 0 પગથીયેથી શરૂઆત કરનારા વિદ્યાર્થીને નોકરીમાં સેટ થતા થોડી વધારે વાર લાગશે અને જ્યારે પાંચમા પગથીયેથી કેરિયર શરૂ કરનારો વિદ્યાર્થી વધારે ગતિથી આગળ વધશે. તો જીવનમાં આ બાબત ખુબ જરૂરી છે.

જીવનની સફળતામાં પરિવારનો સાથ સહકાર

આ બાબતે પ્રશાંત ગઢવી કહે છે કે તેમની સફળતા એ તેમના માતા પિતાના સપનાની ફળશ્રુતી છે. તેમને જે ભણતર મળ્યુ તે માટે તેમના મા બાપ એટલી હદે સક્ષમ નહોતા પણ તેમની ઈચ્છા હતી કે તેમના બાળકો ખુબ ભણે.

તેઓ કહે છે કે જે રીતે તેમને ભણાવવા માટે તેમના મા-બાપની કમાણીનો જેટલા ટકા ખર્ચ થતો હતો તે આજે એટલા ટકાનો ખર્ચ તેમના પોતાના બાળકોના ભણતર માટે થતો નથી. તો બાબતે માને છે કે તેમના કુટુંબમાં જેટલા લોકોએ પોતાની કેરિયર બનાવી છે તે મા બાપના આધારે જ બનાવી છે. જો મા બાપે સપના ના જોય હોત તો આ જગ્યા પર ના હોત.

જીવનનો સિદ્ધાંત

મોટા જ્ઞાની પુરુષો અને સંતો કહે છે કે સિદ્ધાંત વગર સિદ્ધિ ન મળે. જીવનમાં કાંઈક મેળવવુ હોય તે તેને લઈને એક સિદ્ધાંત હોવો અનિવાર્ય છે.

પ્રશાંત ગઢવી પોતાના જીવનના સિદ્ધાંત વિશે કહે છે કે તેમના જીવનમાં તેમના મામાનો પ્રભાવમાં રહ્યો છે અને તેઓ પહેલેથી માનતા હતા તેમના મામા તેમની આત્માના પિતા માને છે. તેમના મામા સોશિયોલોજીના પ્રોફેસર પણ હતા. પ્રશાંત ગઢવી તેમના મામાનું હંમેશા નિરીક્ષણ કરતા અને તેમને જોવા મળતુ કે – જે વ્યક્તિનો સ્વભાન ન ગમવા જેવો હોય તે પણ તેમના મામા સાથે ખુબ સારા સંબંધ રાખે અને વર્તન કરે.

આ બાબતે પ્રશાંત ગઢવી વિચારતા કે જે વ્યક્તિનું વર્તન બહાર અલગ છે તે વ્યક્તિનું વર્તન મામા સાથે પણ સારું કેવી રીતે હોઈ શકે.

આ બાદ તેમણે તેમના મામાની એક ખાસીયત જોઈ અને તે વાતને પોતાના જીવનમાં સિંદ્ધાત બનાવવાનો પ્રયત્ન કર્યો.. ઉદાહરણને સમજાવતા તેમણે કહ્યું જો કોઈ વ્યક્તિને કબાટમાંથી વસ્તુ લેવાનું કહેવામાં આવે અને તે કબાટમાં ઘરેણા છે તથા અન્ય કિંમતી વસ્તુઓ પણ છે.. તો માણસ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ કબાટમાંથી સારી વસ્તુ જ ઉઠાવશે.. તો આ જ વસ્તું જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે કરીએ તો ત્યારે એ વ્યક્તિ પણ ખુલ્લી તિજોરી સમાન જ છે અને તે વ્યક્તિમાં થોડા સારા અને થોડા ખરાબ ગુણ હશે. દરેક વ્યક્તિ સામે વાળી વ્યક્તિમાં તેના નબળા અને ખરાબ પાસા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ન કરવું જોઈએ.

તો આ બાબતે પ્રશાંત ગઢવી કહે છે કે જો હંમેશા સામે વાળી વ્યક્તિની સારી બાબતો પર જ ધ્યાન આપવામાં આવે તો તે સામે વાળી વ્યક્તિ તમને સારું જ આપશે અને નબળાઈ પર ધ્યાન આપશો તો નબળાઈ આપશે.. તો એક હદ સુધી તમે સામે વાળી વ્યક્તિના વર્તનને નક્કી કરી શકો છો.

કોઈ પણ વ્યક્તિને તેની સારી વાત જણાવો તો 99 ટકા તમારી સાથે એ રીતે વર્તન કરે. અને તેના કારણે સંબંધો પણ વધારે સારા રહે છે.

જીવનના પ્રેરણા સ્ત્રોત

પ્રેરણા સ્ત્રોત કોણ છે અને તે કેવી રીતે પ્રેરણા આપી રહ્યા છે તે વાતને દરેક વ્યક્તિએ સમજવી જોઈએ. આજના કાલના સમયમાં તમામ લોકોની વિચારધારા અને પસંદગી અલગ છે પણ પ્રશાંત ગઢવી જેમને પ્રેરણા સ્ત્રોત માને છે તે માટે પ્રશાંત ગઢવીની પ્રશંસા સરાહનીય છે.

પ્રશાંત ગઢવી પોતાને નસીબદાર માને છે કારણે કે તેમના માતા પણ શિક્ષક હતા.  તેમના પરિવારના ડૉક્ટર અને તેમના જેવા વ્યક્તિત્વને પ્રશાંત ગઢવી પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. કારણે છે કે પ્રશાંત ગઢવીના પરિવારના ડૉક્ટર કે જેઓ લોકોની સેવા અને સારવાર કરવા માટે પોતાની સવારની પ્રેક્ટિસ કરતા નથી અને પોતાની કમાણીને મુકીને આ કામ કરે છે.

આ પ્રકારના માણસોને પ્રશાંત ગઢવી પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે કે જેઓને જોઈને કોઈને પણ કાંઈક સારુ કરવાનું પ્રોત્સાહન મળી રહે.

સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ

આજના સમયમાં નેગેટીવીટી ખુબ વધારે ફેલાયેલી છે અને આપણે બધા અસંતોષ છે. આપણે બધા બધી વસ્તુ માટે એક તારણ બનાવી લઈએ છે અને તેના કારણે આપણને પોતાને જ તકલીફ પડે છે. બધા લોકો પોતાના થાકની વાત કરતા હોય છે પણ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં થાક જાતે જ ઉભો કરે છે.

સોશિયલ મીડિયાના બે પાસા છે એક છે સબળ અને એક છે નબળુ. સોશિયલ મીડિયાનું સબળ પાસુ છે કે તે લોકોને એકબીજા સાથે જોડે છે પણ નબળુ પાસુ તે પણ છે કે હવે લોકોને સોશિયલ મીડિયામાં પોતાનો અભિપ્રાય આપ્યા વગર ચાલતુ પણ નથી.  અને આ કારણે લોકો પાસે કોઈ વિષયનું જ્ઞાન ન હોવા છત્તા પોતાના અભિપ્રાય આપતા રહેતા હોય છે અને તેના કારણે વધારે સમસ્યાઓ ઉભી થાય છે. તો આ બાબતે પોતાની વાત મુકો ત્યારે પુરા સભાન થઈને પોતાનો અભિપ્રાય મુકો.

જાહેર ખબરના ક્ષેત્રમાં પ્રવેશ

જ્યારે તેઓ એમબીએ કરતા હતા ત્યારે તેમને લાગતુ હતુ કે.. જાહેર ખબરનું ક્ષેત્ર ખુબ સરર છે અને ત્યાંનું વાતાવરણ – જે રીતે બધા પ્રેસન્ટેશન થતા હોય અને લોકોના ડ્રેસિંગ સેન્સ હોય તેના કારણે જાહેર ખબરનું ક્ષેત્ર ગ્લેમરસ લાગતુ હતુ. જો કે તેમનો અભ્યાસ એન્જિનિયરિંગમાં રહ્યો હતો તો તેમને કહ્યું તે તેમને અફસોસ રહેશે કે તેઓએ એન્જિનિયરિંગ બાદ જાહેર ખબરના ક્ષેત્રમાં આવ્યા અને એન્જિનિયરિંગની એક સિટ બગાડી.

હાલ તેઓને મટલર્જી વિશે કાંઈ જ ખબર નથી. પણ જાહેરાત ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમના માટે સારી વાત એ હતી કે તેમની કારકર્દીની શરૂઆત શિલ્પી એડવર્ટાઈઝીંગ એજન્સીથી થઈ અને ખુબ સારા બોસના હાથ નીચે કામ શરુ કર્યુ. એ વખતના સમયમાં જાહેર ખબરના ક્ષેત્રને ખુબ વધારે માન સમન્માન વાળુ કામ ગણવામાં આવતું હતુ.

તો ટ્રેઈની તરીકે જીએનએફસીના એકાઉન્ટમાં કામ કરતા હતા અને તે સમયે ભરૂચ જાય ત્યારે સામે ક્લાયન્ટ તરફથી પણ એટલો ભાવ અને પ્રેમ મળતો હતો. આ રીતે કામ કર્યા બાદ તેઓ 5-6 વર્ષ પછી મીડિયા સેલ્સમાં પણ આવ્યા અને આજે 35 વર્ષ પછી પણ જો તેમને પુછવામાં આવે તો કહે છે કે તેમને ફરીવાર મીડિયામાં એડવર્ટાઈઝીંગમાં કામ કરવુ ગમશે.

ક્યારેક ન ગમતુ કામ કરવામાં આવે તો પણ માણસ માનસીક રીતે બીમાર પડી શકે છે તો જીવનમાં તે જ કામ કરવુ જોઈએ જે કામમાં તમને મજા આવે.

સાલ્સા ડાન્સ અને તેના વિશે વાત…

વર્ષ 2008માં – ભારતની બે ધુરંધર મીડિયા કંપનીઓ એક છે દૈનિક જાગરણ અને બીજી છે નેટવર્ક 18. આ બંન્ને એ ભેગા થઈને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો તેનું નામ હતુ જાગરણ-18. આ પ્રોજેક્ટમાં તે લોકો બિઝનેસ ન્યુઝપેપર લોન્ચ કરવાના હતા અને તે પણ ગુજરાતી ભાષામાં.. તો આ પ્રોજેક્ટમાં તેમને સીઈઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી અને 40 લોકોને નોકરી પણ રાખ્યા હતા.. આ લોંન્ચ કર્યા બાદ 4 મહિનામાં અમેરિકામાં જે મંદી આવી તેના કારણે બંન્ને મોટી કંપનીઓએ નક્કી કર્યુ કે હવે આ પ્રોજેક્ટ નથી કરવો..

તે સમયે પ્રશાંત ગઢવી માટે મોટો પડકાર હતો અને અમદાવાદ મોટુ માર્કેટ હતુ નઈ. જે 40 લોકોને નોકરી આપી છે તેમને 4-5 મહિનામાં છુટા કરી દો તે વધારે મુશ્કેલી ભર્યુ હતુ. અને તે સમયે તેમણે નક્કી કર્યું કે થોડો ટાઈમ એમને પણ ક્યાંય જોબ કરવી નથી પણ કન્સલટન્ટ એડવાઈઝર તરીકે કામ કરીશ.

એ જ તબક્કામાં શ્યામક્દાવરના ક્લાસીસમાં જોડાય જે સમયે કોર્પોરેટ બેચ પણ ચાલતી હતી. પ્રશાંત ગઢવીએ તેમના મિત્રના કહેવા પર આ ક્લાસમાં જોડાયા હતા અને તે વખતે તેમને લાગ્યું કે ડાન્સથી તમને સૌથી વધારે આરામ મળે છે અને તમારી એનર્જી વધારે છે.

ડાન્સની પ્રવૃતિ વિશે તેઓએ કહ્યું કે અલગ અલગ પ્રકારના વર્કઆઉટ પછી થાકી જવાય પણ ડાન્સ પછી તમારી એનર્જી વધી જાય છે અને આ ક્લાસમાં જ્યારે પ્રકાશ ગઢવી જતા ત્યારે તેમને રાતે મોડા સુધી ઉંઘ નહોતી આવતી અને તેનુ કારણ હતુ કે ડાન્સ પછી તેમના એનર્જી આવી જતી હતી.

ડાન્સના ક્લાસ સમયનો એક પ્રસંગ યાદ કરાવતા કહ્યું કે – આ બેચમાં ઘણી મહિલાઓ અને ચાર પુરુષો હતા અને તેમાં એક પરફોર્મન્સ કરવાનું હતુ તો. તે સમયે 3 ગીત સિલેક્ટ કર્યા.. ધીમે ધીમે બધા પુરુષો પરફોર્મન્સ પહેલા નીકળી ગયા અને છેલ્લે પુરુષોમાં માત્ર પ્રશાંત ગઢવી જ રહ્યા હતા. એક પરફોર્મન્સમાં એવુ હતુ કે દોડીને સ્ટેજ પરથી નીચે કુદવાનું હતુ. આ બાબતે પ્રશાંત ગઢવીને ચિંતા હતી કારણ કે તેમના પગનું પહેલા ઓપરેશન થયેલુ હતુ તો આ કામ તેઓ કરી શકશે નહી..પણ કેટલીક મહિલા જે સાથે બેચમાં હતી તેમણે પ્રશાંત ગઢવીને વિશ્વાસ અપાવ્યો કે તેઓ પ્રશાંત ગઢવીને નીચે પડવા દેશે નહી.

અને આ પ્રોગ્રામ બાદ શ્યામક્દાવરે સાલસાની વધારે બેચ શરૂ કરી. એમાં પ્રશાંત ગઢવીએ સાલ્સાની 4 જેટલી બેચ કરી હતી.

આત્મિયતાના અનુભવ

આ બાબતે તેઓ માને છે કે હાલ તેઓ જીવનના ત્રીજા તબક્કામાં છે.. પહેલો તબક્કો હતો કે જેમાં તેઓ મા બાપ પર આધારીત હતા.. બીજો તબક્કો પોતાનું કેરિયર સેટ કરવામાં અને હવે છે ત્રીજો તબકકો કે જેમાં તેઓ 58 વર્ષે.. પોતાને ફરિવાર રિલોંચ કરવા માગે છે અને આગળના સમયમાં તેઓ તે જ કામ કરશે જેમાં જે તેમને શાંતિ અને હાસકારો આપે.

આ બાબતે તેઓ પોંડિચેરી અરવિંદ આશ્રમમાં ખુબ આસ્થા ધરાવે છે અને ઘરમાં તથા ઓફિસમાં શ્રી અરવિંદના અને માતાના ફોટો છે.

જીવનમાં ગુરુનું મહત્વ

આજના સમયમાં લોકોમાં અવિશ્વાસ વધ્યો છે તો આજના સમયમાં નસીબથી યોગ્ય ગુરુ મળે.. બાકી આજના સમયમાં પુસ્તકોથી વધારે સારો ગુરુ કોઈ બની શકે નહી. એટલે હાલ જે જગ્યાએ તેઓ રહેવા ગયા છે ત્યાં બધા લોકો એ પોતાના ઘરમાં હોમ થિયેટર બનાવ્યા છે. પણ પ્રશાંત ગઢવીએ એકલાએ પોતાના માટે લાઈબ્રેરી બનાવી છે અને ત્યાં બેસીને પુસ્તકો વાંચી શકે.

આપણે જ્યારે કાઈ પણ શીખતા હોઈએ તો.. જીવનમાં ગાઈડન્સ ખુબ જરૂરી છે અને કોઈએ તો શીખવાડવુ જ પડે.. ગુરુ તમને કોઈ આશ્રમ કે ત્યાં મળે તે ગુરુ નથી પણ દરેક વ્યક્તિને જીવનમાં ગુરુ નસીબથી જ મળતા હોય છે.

હાલ તેમના માટે બે ગુરુ છે અને તેમાં એક છે પુસ્તક અને બીજા છે પંકજ શાહ કે જેમને તેઓ ગુરુ માને છે. પંકજ શાહ એ તે ડોક્ટર છે – કે જેમણે પોતાના વિશે વિચારવાનું બંધ કરીને બીજાની સેવા કરવાનું શરુ કર્યુ. તો તેમના માટે આ જ છે ગુરુ કે જેઓ બીજાનું સારુ વિચારે છે.

તો જીવનમાં ગુરુનું હોવુ જરૂરી તો છે જ પણ.. ક્યારેય.. ગુરુ વગર પણ તમારી શીખવાની પ્રક્રિયા થોભવી જોઈએ નહી.

લાઈફ કોચ કોન્સેપ્ટ

આ તે વિષય છે જેના પર હાલ પ્રશાંત ગઢવી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એ છે કોચિંગ કે જેના માટે તેમણે ટ્રેનિંગ પણ લીધી છે અને સાદી રીતે જોઈએ તો કોચિંગમાં વધારે પડતી સલાહ જ આપવામાં આવતી હોય છે પણ આ જે પ્રકારનું કોચિંગ છે તેમાં કોચ સલાહ આપતા નથી.

આ એક એવી પ્રક્કિયા છે કે જેમાં કોચની મદદથી કલાયન્ટને સાયન્ટીફીક રીતે પોતાની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. જેને તેઓ જાતે તેને શોધી શકતા નથી પણ જે કોચ કરાવી શકે છે. કોચિંગમાં બીઝનેશ માટે વાત કરો તો બિઝનેસ કોચ.. લાઈફ માટે કરો તો લાફફ કોચ.. પણ કોચિંગની પ્રક્રિયા તો એક સરખી જ રહે છે.

લાઈફ કોચિંગ કોન્સેપ્ટ વિશે તેમણે કહ્યું કે પશ્ચિમના દેશોમાં આ કોન્સેપ્ટ સારી રીતે ડેવલપ છે અને મોટી મોટી હસ્તીઓ આ પ્રકારના લાઈફ કોચ રાખતા હોય છે. આ બિઝનેસ સૌથી ઝડપથી વિકસતો બિઝનેસ છે અને આપડા દેશમાં એવુ છે કે જે પશ્ચિમના દેશોમાં ડેવલપ થાય તે આપડા ત્યાં પાણ થોડા વર્ષોમાં આવી જાય છે.

આ કામમાં જે ક્લાયન્ટ છે તેને જે ખુશી મળશે તેનાથી આપણને પણ ખુશી મળશે.. તો આ પ્રકારના કામમાં આત્મસંતોષ પણ છે અને ભવિષ્યમાં હવે આ જ પ્રકારના કામમાં આગળ વધવાની ઈચ્છા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code