1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડકપ 2019: ભારતનો વેસ્ટઈન્ડિઝ સામે 125 રને ભવ્ય વિજય, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર
વર્લ્ડકપ 2019: ભારતનો વેસ્ટઈન્ડિઝ સામે 125 રને ભવ્ય વિજય, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

વર્લ્ડકપ 2019: ભારતનો વેસ્ટઈન્ડિઝ સામે 125 રને ભવ્ય વિજય, હવે ઈંગ્લેન્ડ સામે થશે ટક્કર

0

માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં ગુરુવારે ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડીઝ સામે ટકરાઈ અને આ મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને 125 રને કારમી હાર આપી છે. ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઑવરમાં 7 વિકેટે 268 રન બનાવ્યા હતા.

269 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમ 34.2 ઑવરમાં 143 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમની મજબૂત બેટિંગ લાઇન અપ એકવાર ફરી સંઘર્ષ કરતી જોવા મળી અને ફક્ત વિરાટ કોહલી એકલા જ કૉન્ફિડન્સથી બેટિંગ કરી. વિરાટ કોહલીએ ભારતીય ટીમ તરફથી સૌથી વધારે 72 રન બનાવ્યા. એક સમયે ભારતનો સ્કોર 140 રને 4 વિકેટ હતો.

ધોની અને હાર્દિકે 50 રનની ભાગેદારી કરીને ભારતનો રકાસ અટકાવ્યો. ધોનીએ અણનમ 56 રન બનાવ્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 46 અને કેએલ રાહુલે 48 રન બનાવ્યા હતા. ટીમનો ‘થ્રી ડી’ પ્લેયર વિજય શંકર એકવાર ફરી નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત 14 રન બનાવી શક્યો હતો. તો કેદાર જાધવ પણ 7 રને આઉટ થયો હતો. વેસ્ટઇન્ડીઝ તરફથી કેમર રૉચે 3 અને જેસન હૉલ્ડર અને કૉટ્રેલે 2-2 વિકેટ ઝડપી હતી.

269 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝે 98 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટઇન્ડીઝ તરફથી સૌથી વધારે રન સુનીલ અમ્બરિશે બનાવ્યા હતા. તેણે 31 રન, નિકોલસ પૂરને 28 અને શિમરન હેટમાયરે 18 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4, જસપ્રિત બુમરાહે 2, ચહલે 2, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.

વેસ્ટઇન્ડીઝની તુલનામાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ અફઘાનિસ્તાનની સામે જીતવા માટે ભારતે ઘણી જ મહેનત કરવી પડી હતી. તો વેસ્ટઇન્ડીઝ અનેક હાર બાદ આત્મવિશ્વાસની ઉણપનો સામનો કરી રહ્યું છે. ભારત અને વેસ્ટઇન્ડીઝની ટીમ 1979થી લઇને અત્યાર સુધી વર્લ્ડ કપમાં 8 વાર ટકરાઈ છે, જેમાં 5 વાર ભારતીય ટીમનો વિજય થયો છે, જ્યારે 3 મેચોમાં વેસ્ટઈન્ડિઝની ટીમે જીત મેળવી છે.

ભારતીય ક્રિકેટ ટીમે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટઈન્ડિઝ સાથે આઈસીસી વિશ્વકપ-2019ના મુકાબલામાં ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. 50 ઓવરમાં ભારતે સાત વિકેટે 268 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 72 અને કે. એલ. રાહુલે 48 રન બનાવ્યા છે.

આખરી ઓવરોમાં હાર્દિક પંડયા અને મહેન્દ્રસિંહ ધોનીએ અર્ધશતકીય ભાગીદારીથી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. હાર્દિક પંડયાએ 46 અને ધોનીએ 56 રન બનાવ્યા છે. વેસ્ટઈન્ડિઝને જીત માટે 269 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

ટીમ

ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી

વેસ્ટઇન્ડીઝ: ક્રિસ ગેલ, સુનીલ અમ્બરિશ, શાઇ હૉપ, નિકોલસ પૂરન, શિમરન હેટમાયર, જેસન હૉલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિએન એલેન, કેમર રૉચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશાને થોમસ, શેનન ગેબ્રેલ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code