Homeગુજરાતીગુજરાતઆણંદ કૃષિ યુનિવર્સિટીની એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટ

આણંદ કૃષિ યુનિવર્સિટીની એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોને પણ જોબ સારી મળી રહી છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ લાખનું પેકેજ મળ્યું છે, જ્યારે ગયા વર્ષે મહત્તમ પેકેજ રૂ. ત્રણ લાખ અને સરેરાશ રૂ.1.76 લાખનું પેકેજ મેળવ્યું હતું. આ વર્ષે કુલ 28 કંપનીઓ દ્વારા 37 વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને 20 કંપનીઓ દ્વારા 27 વિદ્યાર્થીઓની પ્લેસમેન્ટ દરમિયાન પસંદગી કરવામાં આવી હતી અને કુલ 45 ઇન્ટર્નશિપ ઓફર અને 31 જોબની ઓફર વિદ્યાર્થીઓને મળી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પેટે દર મહિને મહત્તમ 12 હજાર અને સરેરાશ સાડા ત્રણ હજાર ચૂકવવામાં આવ્યાં હતાં. એટલે કે, વિદ્યાર્થીઓને એકથી વધુ જોબ અને ઇન્ટર્નશિપ ઓફર થઇ હતી. કોલેજના પ્રિન્સિપાલ અને ડીન, ડો. ડી.આર.કથિરિયા અને પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ડો. એમ.પી.રાજે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ:2008માં સ્થપાયેલી આ સંસ્થાએ વર્ષ પ્રતિ વર્ષ પ્લેસમેન્ટમાં વધારો કર્યો છે અને છેલ્લા 2 વર્ષથી 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. કોલેજ ઇસરો દેહરાદૂનનું કો-ઓર્ડીનેટીંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે વિદ્યાર્થીઓને રિમોટ સેન્સિંગ અને જીઆઈની જોબ તેમજ માસ્ટર્સ માટે મદદરૂપ થાય છે.

કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના  વિદ્યાર્થીઓ આઇ.સી.ટી., નેધરલેન્ડ એકસીલેન્સ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત એડમીશન મેળવ્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો..કે.બી.કથિરિયા તથા સંશોધન નિયામક અને ડીન પી.જી. ડો..એમ.કે.ઝાલાએ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા અને પ્લેસમેંટની કામગીરીને બીરદાવી હતી.

 

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img