રાજસ્થાનના કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક ઘમખ્વાર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 8 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બારી શહેરમાં રહેતા એક પરિવારના 11 સભ્યો તેમના સંબંધીના ઘરે ભાટના કાર્યક્રમમાં ગયા હતા. પરિવારના તમામ સભ્યો ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા હતા. સુનીપુર ગામ પાસે સ્લીપર કોચ સાથે ટેમ્પો અથડાયો હતો અને અકસ્માત સર્જાયો હતો.
રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં 8 બાળકો સહિત 11 લોકોના મોત
