Site icon Revoi.in

ગુજરાતમાં પ્રથામિક શાળાઓ માટે 11000 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

Social Share

અમદાવાદ, 1 એપ્રિલ 2026: 11000 teaching assistants will be recruited  ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. દર વર્ષે ઘણાબધા શિક્ષકો વયનિવૃત થતા હોય છે. એટલે શિક્ષકોની ખાલી જગ્યાઓ વધતા જાય છે. જેના લીધે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકો (વર્ગ-3)ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ ભરતીની જાહેરાત કરાતા ટેટ-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકારના શિત્રણ વિભાગ દ્વારા 11000 વિદ્યા સહાયકોની ભરતી જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે અને પારદર્શક પદ્ધતિથી હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. યોગ્ય લાયકાત ધરાવતા અને TET-1 પાસ ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક તક ગણાઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જલદી જ જિલ્લા પ્રમાણેની ખાલી જગ્યાઓ, રિઝર્વેશન અને મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે. વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાતથી ટેટ-1 પાસ કરેલા ઉમેદવારોને રાહત થઈ છે.

Exit mobile version