1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં છ મહિનામાં માસ્ક વિના 16.78 લાખ લોકો પકડાયાઃ 168 કરોડનો દંડ કરાયો વસુલ
ગુજરાતમાં છ મહિનામાં માસ્ક વિના 16.78 લાખ લોકો પકડાયાઃ 168 કરોડનો દંડ કરાયો વસુલ

ગુજરાતમાં છ મહિનામાં માસ્ક વિના 16.78 લાખ લોકો પકડાયાઃ 168 કરોડનો દંડ કરાયો વસુલ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેનારા અને સામાજીક અંતર નહીં જાળવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 6 મહિનાના સમયગાળામાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને રૂ. 168 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન 16,78,922 લોકોપાસેથી માસ્કના દંડ પેટે 168 કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા.માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ શરૂઆતમાં 200 હતી તો પછી વધારીને 500 અને ત્યારબાદ 1000 કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક જીવનનો એક ભાગ બની ગયું છે. તેમજ સરકાર દ્વારા પણ માસ્ક અને સામાજીક અંતર જાળવા અપીલ કરવામાં આવી છે. તેમ છતા કોરોનાનો કોઈ ડર ન હોય તેમ અનેક લોકો માસ્ક વિના ફરે છે. આ મુદ્દે હાઈકોર્ટે પણ અગાઉ સરકારને આડેહાથ લીધી હતી. તેમજ માસ્ક વગર પકડાતા લોકોને દંડની સાથે સેવા કરાવવાના પણ નિર્દેશ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code